Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળીના તહેવારોમાં મીઠાઈ દેનારા-ખાનારા ચેતે
જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઈકાલ તા. રર ના મીઠાઈ વિક્રેતા, ઉત્પાદકોને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ૩૩૮ કિલો લાડું, જાંબુ, માવા, તેલ, ચાસણી, મેસુબ વિગેરેનો નાશ કર્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રીના સીધા વડપણ હેઠળ તથા ફૂડ સેફટી કમિશ્નર (ગાંધીનગર) ની સૂચના મુજબ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળ ફૂડ શાખાની ટીમ દ્વારા ગઈકાલે દિગ્જામ સર્કલ પાસેના બાલાજી સ્વિટમાં તપાસ કરી હતી અને રૂ. ૧૪૦૦ ની કિંમતના ૭૦ કિલો મોતીચુર લાડું, અને હાઈજેનિક કંડીશનમાં જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ખોડિયાર કોલોની, હિમાલય સોસાયટી ૧ માં ક્રિષ્ના ગુલાબ જાંબુ નામની પેઢીમાં તપાસ દરમિયાન ગુલાબ જાંબુ પેકીંગ લેવલ વગર સપ્લાય થતા હોવાનું જણાતા અને ફૂડ સેફટી કાયદાનું પાલન થતું નહીં હોવાનું જણાતા ૫૪૦૦ ની કિંમતના ૪પ કિલો ગુલાબ જાંબુ, રૂ. ૩૦૦૦ ની કિંમતની પ૦ કિલો ચાસણી અને ૪ર૦૦ ની કિંમતનું ૩૦ કિલો તેલના જથ્થાનો નાશ કરાયો હતો. તેલમાં ટીપીસી રપથી વધુ હોવા છતાં તેમને ઉપયોગ કરવામાં આવતો હતો.
બેડેશ્વર માર્ગ, રામનગરના ઢાળીયા પાસે આવેલા રૂષભ ગૃહ ઉદ્યોગમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી રૂ. ર૮૦૦ ની કિંમતના ૮ કિલો લાડું, રૂ. ૭૦૦૦ ની કિંમતના ૩પ કિલો મેસુબ અને રૂ. ૪૦ હજારની કિંમતનો ૧૦૦ કિલો માવાનો જથ્થાનો નાશ કરાયો હતો.
આમ કુલ રૂ. ૭૬,૪૦૦ ની કિંમતના ૩૩૮ કિલો મીઠાઈ વિ.ના જથ્થાનો નાશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial