Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-મોટી ખાવડીમાં તબીયત લથડતા બે વૃદ્ધના મૃત્યુ

કલ્યાણપુરના નંદાણામાં વૃદ્ધ પર આકાશી વીજળી ત્રાટકીઃ

જામનગર તા. ૨૩: જામનગરના માણેકનગર-રમાં રહેતા એક વૃદ્ધનું તબીયત બગડ્યા પછી મૃત્યુ થયું છે. મોટી ખાવડીમાં વસવાટ કરતા પરપ્રાંતિય શ્રમિકને માથામાં દુખાવો થવા લાગ્યા પછી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. કલ્યાણપુરના નંદાણા ગામના વૃદ્ધ પર આકાશી વીજળી ત્રાટકી છે.

જામનગરમાં સમર્પણ હોસ્પિટલથી આગળ આવેલા ન્યુ જામનગર નજીકના માણેક નગર-રમાં રહેતા મહેશભાઈ મુળશંકર રાવલ (ઉ.વ.૬૧) નામના વૃદ્ધ સોમવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે તેઓની તબીયત લથડતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં આ વૃદ્ધનું મૃત્યુ થયાનું પુત્ર હાર્દિકભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીક વસવાટ કરતા ભોલુરામ મુન્શીરામ (ઉ.વ.૪૫) નામના પરપ્રાંતિય શ્રમિક રવિવારે સવારે પોતાના રહેણાંકના સ્થળે હતા ત્યારે તબીયત બગડ્યા પછી માથામાં દુખાવો ઉપડતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. કુલવંતસિંગ સુનેરીસિંગ રજપૂતે પોલીસને વાકેફ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના કાળુભાઈ માંડણભાઈ પરમાર (ઉ.વ.૬૧) નામના વૃદ્ધ ગયા શનિવારે ભેંસ ચરાવવા માટે સીમમાં ગયા હતા ત્યારે તેમના પર આકાશી વીજળી ત્રાટકી હતી. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યાનું પરસોત્તમભાઈએ જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh