Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટીની ખૂટતી રકમ નહીં ભરનારની મિલકતો થશે જપ્ત

નોટીસ આપવા છતાં બાકી રકમ ભરપાઈ કરતા નથીઃ

 જામનગર તા. ર૧: જામનગર જિલ્લામાં મિલકતની તબદિલી અંગેના દસ્તાવેજ સંબંધિત સબરજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવા સમયે સ્ટેમ્પ ડ્યુટીની રકમ ખૂટતી હોય તેવા કિસ્સાઓમાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવા માટે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯પ૮ હેઠળ કલમ-૩ર(ક) તેમજ કલમ-૩૩ હેઠળ હુકમ કરવામાં આવે છે.

ખૂટતી ડ્યુટી ભરપાઈ કરવાના હુકમ થયેલ હોય અને નોટીસ આપેલ હોવા છતાં પક્ષકારો દ્વારા ખૂટતી ડ્યુટી ભરપાઈ કરેલ ન હોય તેવા પક્ષકારોની મિલકત પર બોજ દાખલ કરવા તથા જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ ની કલમ ૧પ૪, ૧પપ મુજબ સ્થાવર મિલકતની જપ્તિ કરી જાહેર હરાજી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેથી મિલકત ઉપર બોજા દાખલ કરવા/મિલકત જપ્તિની કાર્યવાહી કરવાની ફરજ ન પડે તે માટે જે કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવા હુકમ થયેલ હોય તેઓએ તાત્કાલિક ખૂટતી ડ્યુટી ભરપાઈ કરવા અંગેની નોંધ લેવા જામનગર જિલ્લાના તમામ નાગરિકોને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર જામનગરે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh