Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાંથી એક વર્ષ પહેલાં ચોરાયેલો મોબાઈલ ઝડપાયો

આરોપીની પણ કરાઈ ધરપકડઃ

જામનગર તા. ૨૩: લાલપુરમાં એકાદ વર્ષ પહેલા મોબાઈલની ચોરી થઈ હતી. તે મોબાઈલ તથા આરોપીને પોલીસે જામગઢકામાંથી શોધી કાઢ્યા છે.

લાલ૫ુરમાંથી એકાદ વર્ષ પહેલા એક આસામીના મોબાઈલની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. તે ગુન્હાની શરૂ થયેલી તપાસ દરમિયાન આ ફોન કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામમાં વપરાતો હોવાની જાણકારી મળી હતી.

તેના પગલે પીઆઈ કે.એલ. ગળચર તથા સ્ટાફે જામગઢકા ધસી જઈ ત્યાંથી રાજેશ રામજીભાઈ પરમાર નામના શખ્સને પકડી પાડ્યો હતો. તેના કબજામાંથી રૂ.૧૦ હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો. તે ચોરાઉ મોબાઈલ તથા આરોપીની અટકાયત કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh