Advertisement
Author: નોબત સમાચાર

અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં કરાયેલી સજાની અમલવારી મોકૂફનો આદેશ

સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ નિર્ણાયક પુરાવો ગણી ન શકાયઃ

જામનગર તા. ર૩: ખંભાળિયાના એક ગામના શખ્સને ગયા વર્ષે ખંભાળિયાની અદાલતે સગીરાના અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં વીસ વર્ષની કેદની સજા ફટકારી હતી. તે હુકમ સામે હાઈકોર્ટ સમક્ષ અપીલ કરાઈ હતી. હાઈકોર્ટે સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ ઉંમર અંગેનો નિર્ણાયક પુરાવો ગણી શકાય નહીં તેમ ઠરાવી સજાની અમલવારી સ્થગિત કરી છે અને આરોપીને જામીનમુક્ત કર્યાે છે.

ખંભાળિયા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ કર્યાની અને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ થોડા વર્ષ પહેલાં પોલીસમાં થયા પછી પોલીસે હરદાસ કારાભાઈ ચાવડા નામના શખ્સની ધરપકડ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા આ તરૂણીની ઉંમર ૧૫ વર્ષ અને ૬ મહિનાની હોવાનું તેણીના શાળા છોડ્યાના પ્રમાણ પત્ર પરથી સાબિત થતાં આરોપી હરદાસ ચાવડાને અદાલતે વીસ વર્ષની સખત કેદની સજા, દંડ ફટકાર્યાે હતો.

આ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં આરોપી હરદાસ ચાવડાએ અપીલ નોંધાવી હતી અને અપીલના આખરે નિકાલ સુધી સજાનો હુકમ મોકૂફ રાખી જામીનમુક્ત થવા અરજી કરી હતી. તે અપીલ અન્વયે હાઈકોર્ટમાં એપેલેન્ટના વકીલે દલીલ કરી હતી કે, આ તરૂણીની ઉંમર અંગે સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ નિર્ણાયક પુરાવો ગણી શકાય નહીં. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી સજાના હુકમની અમલવારી સ્થગિત કરી આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી હાઈકોર્ટના વકીલ પિયુષ લાખાણી, રીટા લાખાણી, નીલ લાખાણી, સચિન કદમ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh