Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા ચાર લાખનો દંડ ભરવા બિલ્ડરને આદેશઃ
જામનગર તા. ર૩: જામનગરના એક બિલ્ડર સામે રૂપિયા સાડા ચાર લાખના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં અદાલતે તેને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના માવજીભાઈ રામજીભાઈ કંસારાએ થોડા સમય પહેલાં ભાગીદારીમાં મકાન બાંધકામનો વ્યવસાય મુકેશ ધરમશીભાઈ જેઠવા સાથે શરૂ કર્યા પછી રૂ.૧૨ લાખ પ્લોટની ખરીદી તથા બાંધકામ માટે આપ્યા હતા. તે પછી પ્રોજેક્ટ પૂર્ણ થઈ જતા માવજીભાઈને તેમની રકમ પરત આપવા મુકેશભાઈએ ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા માવજીભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદમાં બંને વચ્ચે સમાધાન થયા પછી મુકેશભાઈએ ચેકથી રકમ ચૂકવવા સમાધાન કરી ચેક આપ્યો હતો. તે ચેક પણ પરત ફરતા મુકેશભાઈ સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ હેઠળ ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મુકેશભાઈ જેઠવાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા રૂ.સાડા ચાર લાખના ચેક પરત અંગે તે રકમનો દંડ ભરવા હુકમ કર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની સજા ફટકારાઈ છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી તેની સામેનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ ક્રિપાલસિંહ આર. જાડેજા, કુલદીપસિંહ પી. ચૌહાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial