Advertisement
Author: નોબત સમાચાર

પચ્ચાસ મકાનમાંથી વીજચોરી ઝડપાયા પછી પણ પુરવણી બીલ અપાયા નહીં!

વીજ કંપનીની ગાંધીગીરી જેવી કાર્યવાહી ચર્ચામાં:

જામનગર તા. ૨૩: જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં વીજ ક્ષતિના રીપેરીંગ માટે ગયેલી વીજ કંપનીની ટૂકડીએ એકસાથે ૫૦ મકાનમાં કરાતી વીજચોરી ઝડપી લઈ ત્યાં નાખવામાં આવેલા લંગરીયા કબજે કરી લીધા હતા. તે પછી આ મકાનના ધારકોને કોઈ પુરવણી બીલ આપવામાં ન આવતા વીજ કંપનીની ગાંધીગીરી જેવી કાર્યવાહી સામે ચર્ચા જાગી છે.

જામનગરના ગુલાબનગર ના રવિપાર્ક વિસ્તારમાં વીજ ક્ષતિ માટે ગયેલી વીજ કંપનીની ટૂકડીએ ત્યાં આવેલા પચ્ચાસેક જેટલા મકાનોમાં એકસાથે લંગરીયા નાખી વીજચોરી થતી હોવાનું શોધી કાઢ્યા પછી તે તમામ લંગરીયા કાઢી નાખવામાં આવ્યા હતા અને જપ્ત કરાયા હતા.

ઉપરોક્ત કાર્યવાહી પછી વીજ કંપની દ્વારા જે મકાનોમાં વીજચોરી થતી હતી. તેના ધારકોને ગેરકાયદે વીજળી મેળવી તેનો વપરાશ કરવા બદલ કોઈ પુરવણી બીલ આપવામાં ન આવતા વીજ કંપનીની ગાંધીગીરી જેવી આ કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની છે.

સામાન્ય રીતે વીજ ચેકીંગ દરમિયાન સમગ્ર વિસ્તારમાં એક-બે મકાનમાંથી જો વીજ ચોરી મળી આવે તો મોટો મીર માર્યાે હોય તેમ તેની કાર્યવાહી કરવા ઉપરાંત પ્રસિદ્ધિ પણ કરવામાં આવે છે ત્યારે રવિ પાર્કમાં એકસાથે ૫૦ મકાનમાં લંગરીયા નાખી કરાતી વીજ ચોરી જાણે કે જામનગરની વીજ કચેરીએ માફ કરી દીધી છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh