Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને આસામીને રૂ.રપ હજારના જામીન ભરવા હુકમઃ
જામનગર તા. ૨૩: જામનગરના એક મહિલા તથા લાલપુરના એક આસામી સામે અનુક્રમે રૂ.૫૪,૭૪૧ તથા રૂ.૨૦,૮૪૭ની વીજચોરીના આક્ષેપ મૂકી ફોજદારી ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આસામીને ત્રણ ગણો દંડ ભરવા તથા રૂ.રપ હજારના જામીન પર પ્રોબેશન આપવાનો હુકમ કર્યાે છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા હમીદાબેન અબુભાઈને ત્યાં વર્ષ ૨૦૧૬માં વીજ અધિકારીઓ દ્વારા વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ત્યાંથી થાંભલા સાથે ઘર સુધીનો સર્વિસ વાયર જોડી ડાયરેેક્ટ વીજળી મેળવી કરાતો વપરાશ ઝડપી લેવાયો હતો. આ મહિલા સામે રૂ.૫૪,૭૪૧ ની વીજચોરી અંગે ફોજદારી ફરિયાદ કરાઈ હતી.
તે ઉપરાંત લાલપુર શહેરના દ્વારકાધીશ પાર્કમાં પિયુષ ગોરીયા નામના આસામીના મકાનમાં પણ વર્ષ ૨૦૨૩માં ચેકીંગ કરાતા ત્યાંથી રૂ.૨૦, ૮૪૭ની વીજચોરી મળી આવી હતી. તેની સામે પણ ઈલેકટ્રીક સિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
ઉપરોક્ત બંને આસામી સામેનો કેસ ચાલવા પર આવતા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા, જુબાની તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી હમીદાબેન તથા પિયુષ ગોરીયાને તક્સીરવાન ઠરાવી રૂ.રપ હજારના જામીન અને જાત મુચરકા રજૂ કરી એક વર્ષનું પ્રોબેશન આપવા તથા બંનેને વીજચોરીના બીલનો ત્રણ ગણો દંડ ૩૦ દિવસમાં ભરી આપવા હુકમ કર્યાે છે. સરકાર તરફથી વકીલ પિયુષ પરમાર તથા વીજ કંપની તરફથી વકીલ આર.કે. વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial