Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સમર્પણ હોસ્પિટલથી દિગ્જામ સર્કલ વચ્ચેનો એક તરફનો માર્ગ ચાર દિવસ માટે બંધ

અંધાશ્રમ પાસેના રેલવે ક્રોસિંગમાં મેન્ટેનન્સ માટે

જામનગર તા. ર૩: જામનગરમાં સમર્પણ હોસ્પિટલથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ આજથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ માટે કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જરૂરી કામગીરી કરવામાં આવનાર હોવાથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જો કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ મેઈન રોડ પર અંધાશ્રમ પાસેના રેલવે ક્રોસિંગ પર એક્સ્પાલિન જોઈન્ટ મેન્ટનન્સ માટે આ માર્ગ (એક તરફ) વાહન વ્યવહાર માટે તા. ૨૩ થી ૨૬ ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવનાર છે.

આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સમયર્પણથી સત્યમ કોલોની અન્ડર બ્રીજ થઈ આઈ.જી. રોડ, સમર્પણથી મહાકાળી સર્કલ થઈ રેલવે ઓવરબ્રીજ ક્રોસ કરી દિગ્જામ સર્કલ તરફ નાના વાહનો અવર-જવર કરી શકશે.

જ્યારે ભારે વાહનો માટે સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ થઈ જમણી બાજુ રેલવે ઓવરબ્રીજ થઈ દિગ્જામ સર્કલ તરફ જઈ શકાશે. આ માટેનું જાહેરનામું ગઈકાલે મ્યુનિ. કમિશનરે પ્રસિદ્ધ કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh