Advertisement
Author: નોબત સમાચાર

ઓડિશા પર ઝળુંબી રહેલું દાના વાવાઝોડું: કાલે ૧૭પ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન

એનડીઆરએફના ૧પ૦ જવાનો ખડેપગે

ભૂવનેશ્વર તા. ર૩: આવતીકાલે વહેલી સવારે દાના વાવાઝોડું ઓડિસા પર ૧૭પ કિલોમીટરની ઝડપે ત્રાટકશે જથી ૧૦ લાખ લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ થયું છે. એનડીઆરએફના ૧પ૦ જવાનોને રપ ટન રાહત સામગ્રી સાથે ખડેપગે રખાયા છે, અને કોસ્ટગાર્ડ હાઈએલર્ટ પર છે.

ઓડિશામાં દાના વાવાઝોડાના ઝપડભેર આવી રહેલા આગમનને કારણે ભારે ગભરાટનો માહોલ છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા એનડીઆરએફના ૧પ૦ જવાનો રપ ટન રાહત સામગ્રી સાથે ભૂવનેશ્વર પહોંચી ગયા છે. ઓડિશા અને બંગાળમાં ૧૦ લાખ લોકોનું સ્થળાંતર વીજળિક ઝડપે શરૂ કરાયું છે, અને કોસ્ટગાર્ડ હાઈ એલર્ટ પર છે.

મળતી માહિતી મુજબ બંગાળની ખાડી પરનું ડિપ્રેશન મંગળવારે સાંજે ડીપ ડિપ્રેશનમાં પરિણમ્યું હતું અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બની શુક્રવારે રપ ઓક્ટોબરની વહેલી સવારે ૧૦૦-૧૧૦ (પ્રતિકલાક ૧૭પ કિલોમીટર) માઈલ પ્રતિકલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાવા સાથે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

હવામાન ખાતાના કહેવા પ્રમાણે આ ઝડપ વધીને ૧ર૦ માઈલ પ્રતિકલાની થવા પણ સંભાવના છે. આઈએમડી-ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર ઓડિશાના ૧૪ જિલ્લાઓ ચક્રવાત દાનાનો ભોગ બને તેવી શક્યતા છે. જેમાં અંગુલ, પુરી, નયાગઢ, ખોરધા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપારા, જાજપુર, ભદ્રક, બાલાસોર, કેઓંઝર, ઢેંકનાલ, ગંજમ અને મયુરભંજ સામેલ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં, દક્ષિણ ર૪ પરગણા, ઉત્તર ર૪ પરગણા અને પૂર્વા મેદીનીપુર, દરિયાકાંઠાના વિસ્તારો અને પડોશી જિલ્લાઓ જેવા કે પશ્ચિમ મોદિનીપુર, બાંકુરા, ઝારગ્રામ અને હુમગલીમાં તોળાઈ રહેલા દાના ચક્રવાતની સૌથી ખરાબ અસર જોવા મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh