Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકાઈઃ
જામનગર તા. ૨૩: જામનગરના એક યુવતીએ છ મહિના પહેલાં પ્રેમલગ્ન કર્યા પછી પતિ, સાસુ, સસરા, નણંદ અને દિયરે ત્રાસ આપી ગાળો ભાંડી ઘરમાંથી કાઢી મૂકતા આ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૩૩ પાસે વસવાટ કરતા દર્શિબેન રોશનભાઈ શાહ (ઉ.વ.ર૭) નામના યુવતીએ ગયા એપ્રિલ મહિનામાં ગોકુલનગરથી આગળ સાંઢીયા પુલ નજીક સરદારનગરમાં રહેતા કેતન મેરામણભાઈ ડાંગર સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના વીસેક દિવસ સુધી સારી રીતે રાખ્યા પછી આ યુવતીને પતિ કેતન તેમજ સસરા મેરામણભાઈ ઉર્ફે જયેશ ભાઈ વેજાણંદભાઈ, સાસુ કારીબેન, નણંદ દીયાબેન તથા દિયર સાગર ડાંગરે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ પરિણીતાને નાની બાબતમાં ઝઘડા કરી મારકૂટ કરાતી હતી અને ગાળો ભાંડી ત્રાસ અપાતો હતો. તે પછી ઘરમાંથી કાઢી મુકવામાં આવતા તેણીએ ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial