Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટા વડાળામાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝબ્બે

જામનગર તા. ૨૩: કાલાવડના મોટા વડાળા ગામ સ્થિત ચોરામાં ગઈકાલે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ચોરા પાસે ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા મહેશ વિનુભાઈ કોટડીયા તથા દિલાવર અજીતભાઈ મોગલ, મોઈન વલીમામદ મોગલ નામના ત્રણ શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડી ઝડપી લીધા હતા. તે સ્થળેથી પોલીસે ગંજીપાના તથા પટમાંથી રૂ.૧૧૪૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh