Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈડીએ મની લોન્ડ્રીંગનો કેશ નોંધ્યો છેઃ મહેશ લાંગાના ઘરની સઘન તપાસઃ અનેક લોકો તથા સંસ્થાઓ સામે એફઆઈઆર
અમદાવાદ તા. ૧૭: ગુજરાતના અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડીનાર સહિત ૭ શહેરોના ર૩ સ્થળોએ ઈડીની ટીમ ત્રાટકી છે. ર૦૦ થી વધુ ડેપ્લીકેટ કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસના સપાટા પછી હવે કેન્દ્રિય એજન્સી ત્રાટકી છે. આ કેસમાં એક પત્રકાર સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં ર૦૦ કરોડના જીએસટી કૌભાંડમાં ગુજરાતમાં ર૩ સ્થળો પર ઈડી એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યવ્યાપી દરોડામાં મની લોન્ડરીંગની આશંકાએ ઈડી એ ગુજરાતમાં ર૩ સ્થળો પર તપાસ હાથ ધરી છે. ઈડીના દરોડામાં રાજ્યમાંથી ર૦૦ કરોડનું જીએસટી કૌભાંડ ઝડપાયું હતું. જીએસટી કૌભાંડમાં ૮ લોકોની ધરપકડ કરાઈ હતી, જેમાં એક પત્રકારનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્યમાં ર૦૦ કરોડનું જીએસટી કૌભાંડને લઈ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ઈડી એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જીએસટી કૌભાંડ અને મની લોન્ડરીંગની આશંકાએ ગુજરાતમાં ર૩ સ્થળો પર ઈડી દરોડા પાડી રહી છે. જીએસટી કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. ઈડી એ આ મામલે મની લોન્ડરીંગનો કેસ નોંધ્યો છે.
ઉલ્લેખનિય છે કે, એક અઠવાડિયા પહેલા અમદાવાદની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે આ જ કેસમાં એક પત્રકાર સહિત ૮ લોકોની ધરપકડ કરી હતી. ત્યારપછી કેસ નોંધવામાં આવ્યો હતો. હવે એ જ ક્રમમાં ઈડી આજે દરોડા પાડી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મની લોન્ડરીંગ હેઠળ કેસ નોંધ્યા પછી ઈડી એ ગુરુવારે રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં લગભગ ર૩ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લાગાંના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે, અને સઘન તપાસ કરવામાં આવી રહી છે.
મની લોન્ડરીંગનો આ મામલો અમદાવાદ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એફઆઈઆર સાથે સંબંધિત છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચે નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ્સ અને છેતરપિંડીભર્યા વ્યવહારો દ્વારા સરકારને છેતરવા માટે રચાયેલ શેલ ફર્મ્સને સંડોવતા કથિત કૌભાંડ અંગે સેન્ટ્રલ જીએસટી તરફથી ફરિયાદ મળ્યા પછી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. સેન્ટ્રલ જીએસટીને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેની પત્ની અને પિતાના નામે બનાવટી કંપનીઓમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળ્યા પછી સાત અન્ય લોકો સાથે લાંગાની ધરપકડ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial