Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી

તાપમાન ઊંચકાતા ગરમી વધીઃ

જામનગર તા. ૧૭: જામનગરમાં આગલા દિવસની સરખામણીએ મહત્તમ તાપમાનનો પારો ઊંચકાતા ગરમીમાં વધારો અનુભવાયો હતો, જ્યારે ન્યુનતમ તાપમાનનો પારો પણ પોણા ડીગ્રી જેટલા ઉપર તરફ સરક્યો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યુનતમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ ૯૧ ટકા અને પવનની ઝડપ ૧૦ થી ૧પ કિ.મી.ની સરેરાશ રહી હતી.

ગઈકાલે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું એટલે કે એક ડીગ્રી પારો ઉપર તરફ સરક્યો હતો. જ્યારે ન્યુનતમ તાપમાન ગઈકાલે ર૬ ડીગ્રીએ અટક્યા પછી આજે ર૬.૮ ડીગ્રી નોંધાતા તેમાં પણ વધારો થયો હતો. આથી ગરમીનું પ્રમાણ વધું હોવાનું અનુભવાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચુ જળવાતા અસહ્ય બફારો અનુભવાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh