Advertisement
Author: નોબત સમાચાર

નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ ની કલમ ૬૮(એ) બંધારણીયઃ સુપ્રિમ કોર્ટ

પાંચ જજોની બંધારણીય બેન્ચનો ૪:૧ થી ચૂકાદોઃ અરજદારોને ફટકાર

નવી દિલ્હી તા. ૧૭: નાગરિક્તા અધિનિયમ-૧૯પપ ની કલમ-૬(એ) ને સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે માન્યતા આપતો દૂરગામી અસર કરે તેવો ચૂકાદો આપ્યો છે.

સુપ્રિમ કોર્ટે નાગરિક્તા અધિનિયમ ૧૯પપ ની કલમ ૬એ ને બંધારણીય જાહેર કરી છે. સીજેઆઈની આગેવાની હેઠળની પ ન્યાયાધીશોની બેન્ચે ૪:૧ ની બહુમતિથી ચૂકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ સુદરેશ અને જસ્ટિસ મનોજ મિશ્રાએ ૬એને બંધારણીય માન્યતાની તરફેણમાં ચૂકાદો આપ્યો છે, જ્યારે જસ્ટિસ જોષી પારડીવાલાએ તેને ગેરબંધારણીય ગણાવ્યો છે.

સુપ્રિમ કોર્ટે નાગરિક્તા કાયદો ૧૯પપ ની આસામ એકોર્ડ (આસામ સમજુતી) તરીકે ઓળખાતી કલમ ૬એ ની માન્યતાને જાળવી રાખી છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ સહિત પાંચજજની બંધારણીયછ બેન્ચે આ કલમ સ્થળાંતરિતલોકોના કારણે સ્થાનિક ભાષા અને સંસ્કૃતિને નુક્સાન પહોંચાડતી હોવાની અપીલને ફગાવતા તેની કાયદેસરતાને જાળવી છે.

સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, આસામ સમજુતી એ ગેરકાયદે થતાં સ્થળાંતરની સમસ્યાનો રાજકીય ઉકેલ છે અને કલમ ૬એ એ બંધારણીય ઉકેલ છે. બહુમતી જોવા મળી છે કે, સંસદે આ જોગવાઈના અમલ માટે કાયદાકીય માન્યતા આપી છે. જે સ્થાનિક વસતિની સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા માનવતાવાદ જાળવી રાખવા અમલમાં મૂકવામાં આવી છે.

બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા રાજ્યોમાં આસામમાં સૌથી વધુ ૪૦ લાખ ઈમીગ્રાન્ટ્સ લોકો વસવાટ કરી રહ્યા છે, જો કે સંખ્યાની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળમાં પ૬ લાખ ઈમિગ્રાન્ટ્સ વધુ છે, પરંતુ વિસ્તારની દૃષ્ટિએ આસામ બંગાળ કરતા અડધું છે, જેથી આસામ માટે આ જોગવાઈ અત્યંત જરૂરી છે.

સીજેઆઈ ચંદ્રચૂડે તેમના ચૂકાદામાં નોંધ્યું હતું કે રાજ્યમાં વિવિધ વંશીય જુથોની હાજરીનો અર્થ એ નથી કે બંધારણની કલમ ર૯(૧) મુજબ ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાના રક્ષણના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે. અરજદારોએ સાબિત કરવું પડશે કે એક વંશીય જુથ માત્ર અન્ય વંશીય જુથની હાજરીને કારણે તેમની પોતાની ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં સક્ષમ નથી.

વધુમાં સુપ્રિમ કોર્ટે આસામની સરકારને એનઆરસી મુદ્દે આપવામાં આવેલા નિર્દેશોને અસરકારક રીતે લાગુ કરવા નિર્દેશ આપ્યો છે, જેમાં તેઓએ રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની ઓળખ કરવા અને તેમનો દેશનિકાલ કરવાના પગલાં લેવાના રહેશે. આ પ્રક્રિયા પર સુપ્રિમ કોર્ટ નજર રાખશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh