Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ બે ચેક પરતની રાવ અને બંનેમાં કરાઈ સજાઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક આસામી પાસેથી નાણાકીય જરૂરિયાત ઉભી થતાં કોન્ટ્રાક્ટરે રૂ.સાડા ત્રણ લાખ હાથઉછીના લઈ બે ચેક આપ્યા હતા. તે બંને ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. બંને કેસમાં અદાલતે બે-બે વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરના ૫ટેલકોલોની વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રસિંહ પથુભા જેઠવા પાસેથી કોન્ટ્રાક્ટર હિતેશ કિશોરભાઈ ગોહિલે છ મહિના માટે રૂ.સાડા ત્રણ લાખ હાથઉછીના મેળવી તે રકમની પરત ચુકવણી માટે રૂ.ર લાખ તથા રૂ.દોઢ લાખના ચેક આપ્યા હતા.
તે બંને ચેકની સાથે નોટરી સમક્ષનું લખાણ પણ કરી આપ્યું હતું. બેંકમાં રજૂ થયેલા તે બંને ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યા હતા. તેની નોટીસ પાઠવ્યા પછી અદાલત સમક્ષ ભૂપેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હિતેશ કિશોરભાઈ ગોહિલને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં બે વર્ષની કેદની સજા તથા રૂ.સાડા ત્રણ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ વળતર પેટે ચૂકવી આપવામાં આવશે. દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર-ચાર મહિનાની કેદનો હુકમ થયો છે. ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial