Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોના પાકને નુકસાનનું વળતર ચૂકવવા આમ આદમી પાર્ટીની રજુઆત

ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ પછી

ખંભાળીયા તા. ૧૭: ભાણવડ પંથકમાં પડેલા કમોસમી વરસાદ-માવઠાથી ખેડૂતોના તૈયાર થયેલા પાકને ખૂબ નુકસાન થયું હોય આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નવતર પ્રયોગ કરીને કપાસ, મગફળીની અંતિમયાત્રા કાઢીને આવેદનપત્ર આપીને તાકીદે નુકસાન વળતર ચૂકવવા માંગ કરાઈ હતી.

ખેડૂતોની ચાર માસની મહેનતનો તૈયાર મગફળી તથા કપાસનો પાક માવઠાના કારણે નષ્ટ થઈ ગયો હોય અગાઉ ઓગસ્ટમાં થયેલ અતિવૃષ્ટિનો સર્વે થઈ ગયો હોવા છતાં પણ કંઈ વળતર ચૂકવાયું ના હોય તે ઉપર પાછો માવઠાનો પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ પડી ગયો હોય તાકીદે વળતરની માંગ સાથે મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh