Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક પાડીનું શીંગડું ભાંગી ગયું: બસચાલક સામે રાવઃ
જામનગર તા. ૧૭: જામજોધપુર તાલુકાના પાંચ દેવડા ગામથી બાવરીદળ વચ્ચે સાંજના સમયે રોડ પર ચાલી જતી ભેંસોેને એસટી બસે ઠોકર મારતા પગ તથા શીંગડું ભાંગી જવાથી એક ભેંસનું મૃત્યુ થયું હતું. જ્યારે એક પાડીને ઈજા થઈ હતી. બસના ચાલક સામે પશુપાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામથી પાંચદેવડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા પંચવટી ફાર્મ નજીકથી સાંજના સાતેક વાગ્યે પશુપાલક સંજય કરશનભાઈ નારીયા નામના આસામીની ભેંસો ચાલી જતી હતી.
આ વેળાએ ત્યાંથી પસાર થયેલી જીજે-૧૮-ઝેડ ૫૮૯૫ નંબરની એસટી બસના ચાલક ધ્રાફા ગામના ધર્મેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાએ બેફિકરાઈ પૂર્વક ડ્રાઈવીંગ કરી ભેંસોને હડફેટે લીધી હતી. એસટી બસના પૈંડાની ઠોકર વાગતા એક ભેંસના બંને પગ ભાંગી ગયા હતા અને શીંગડામાં ઈજા થઈ હતી. આ ભેંસનું મૃત્યુ નિપજયુ હતું. જ્યારે એક પાડી બસની ઠોકર વાગતા ફેંકાઈ ગઈ હતી. બસચાલક સામે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં સંજય નારીયાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસનની કલમ ૨૮૧, ૩૨૫ તેમજ એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial