Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રૌઢને સારવાર માટે ખસેડાયાઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક પ્રૌઢ પોતાના પુત્રના કહેવાતા ત્રાસની રજૂઆત માટે પોલીસ મથકે આવ્યા પછી ત્યાં તેઓએ કોઈ ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બપોરે અરવિંદભાઈ સોલંકી નામના પ્રૌઢ કોઈ રજૂઆત માટે આવ્યા હતા. જ્યાં તેઓએ સાથે રાખેલી ઝેરી દવાની શીશી બહાર કાઢી મોઢે માંડી લીધી હતી. આ પ્રૌઢને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલમાં તેઓની તબીયત સુધારા પર છે. આ પ્રૌઢે પોતાના પુત્રના કહેવાતા ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial