Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને પત્રઃ
જામનગર તા. ૧૭: આયુષ્માન કાર્ડ મેળવવામાં નડતી મુશ્કેલીને દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના સામાજિક કાર્યકર દેવશી ધુલિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે અરજદાર આયુષ્માન કાર્ડ મેળવવા જાય ત્યારે રાશન કાર્ડમાં જે ભૂલ હતી તે જેમની તેમજ બતાવે છે. એટલે અપડેટ થયેલ હોતું નથી અને લાઈવ ડેટા ન મળવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ કઢાવવામાં રાશન કાર્ડના નંબરની જરૂર રહેતી હોવાથી તે આયુષ્માન કાર્ડમાં જુનો ડેટા દર્શાવે છે.
આયુષ્માન કાર્ડના પોર્ટલમાં જે તે જરૂરી સુધારો થઈ જવાથી રાશનકાર્ડ લાઈવ ડેટા જોઈ શકાય, પરંતુ આયુષ્માન કાર્ડ ઈસ્યુ કરનાર વારંવાર ધક્કા ખવડાવે છે. ઝોનલ કચેરી જવા માટે કહે છે. અમુક લાગતાવળગતા લોકોને યેનકેન પ્રકારે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે.
સરકારની ગાઈડલાઈન મુજબ આવક મર્યાદામાં આવતા તમામ લોકોને મામલતદારનો આવકનો દાખલો રજૂ કરવાથી આયુષ્માન કાર્ડ કાઢી આપવું જોઈએ, પરંતુ જવાબદાર અધિકારીઓ રાશનકાર્ડમાંથી માલ મળતો હોય તો જ આયુષ્માન કાર્ડ નીકળે તેમ જણાવે છે. આથી જરૂરી સંબંધીત વિભાગને જરૂરી સૂચના આપવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial