Advertisement
Author: નોબત સમાચાર

સેન્ટ્રલ બેંક પાસે ઈછાણી ફળીમાં મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી

પોણા છએક લાખની મત્તા ચોરાઈ ગઈઃ

જામનગર તા. ૧૭: જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી ઈટ્ઠાણી ફળીમાં એક વૃદ્ધના મકાનમાં ગઈ તા.૮ની રાત્રે ત્રાટકેલા કોઈ તસ્કરે અંદરથી સોનાના દાગીના તથા રોકડ મળી રૂ.૫ લાખ ૮પ હજારની મત્તાની ચોરી કરી લીધી છે.

જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી ઈછાણી ફળીમાં રહેતા અને નિવૃત્ત જીવન વ્યથિત કરતા નવલદાસ પરમાર નામના વૃદ્ધના ઘરમાં ગઈ તા.૮ની રાત્રિના સમયથી સવારના સાડા છ વાગ્યા દરમિયાન કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા.

તેમના મકાનના દરવાજાની લોખંડની ઝાળી ઉંચકાવી નાખી પ્રવેશેલા તસ્કરે અંદર રાખવામાં આવેલા કબાટની તિજોરી તોડી નાખી તેમાંથી રૂ.૩ લાખ રોકડા તથા રૂ.૨ લાખ ૮૫ હજારના સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી.

ચોરીની જાણ થતાં આ વૃદ્ધના દોડી આવેલ દોહિત્ર આનંદભાઈ કીરીટભાઈ બુદ્ધભટ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સિટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તસ્કરોના સગડ દબાવ્યા છે. તે વિસ્તારના કેટલાક સીસીટીવી ફૂટેજ પોલીસે ચકાસ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh