Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ અને એસ્ટેટ શાખા ત્રાટકતા નાસભાગઃ
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં તહેવારોને અનુલક્ષીને આજે મોડી સાંજે ટ્રાફિક શાખા, સિટી 'એ' ડિવિઝનના પોલીસ સ્ટાફ અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે દબાણ દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરબાગઢ સર્કલથી માંડવી ટાવર સુધીના ભાગમાં પોલીસ અને એસ્ટેટ શાખાની સંયુક્ત કામગીરીને લઈને ધંધાર્થીઓમાં નાસભાગ થઈ ગઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ હોય એવા ૭ પથારા કબજે કરી લેવાયા હતાં, જ્યારે ૧ રેંકડી પણ કબજે કરી લઈ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ રીતે રાખવામાં આવેલા ૧પ વાહનો પણ ટ્રાફિક શાખા દ્વારા ડિટેઈન કરી લેવામાં આવ્યા હતાં. જામનગરના સિટી 'એ' ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા ખુદ ટ્રાફિક ઝુંબેશમાં જોડાયા હતાં અને તેઓની સાથે સિટી 'એ' ડિવિઝનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા અને તેની ટીમ આ ઝુંબેશમાં ખડે પગે રહી હતી, જયારે ટ્રાફિક શાખાના પી.આઈ. એમ.બી. ગજ્જરની સૂચનાથી પી.એસ.આઈ. કંડોરિયા અને ટ્રાફિક શાખાની ટીમ પણ સંયુક્ત રીતે ઝુંબેશમાં જોડાઈ હતી, અને દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી દેવાયો હતો. જેથી સિટી બસ સહિતના અનેક વાહનો સાંજના સમયે સરળતાથી પસાર થઈ ગયા હતાં. દિવાળીના તહેવારને અનુલક્ષીને લોકોની ખરીદી માટે ખૂબ જ ભીડ રહે છે, ત્યારે પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial