Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ રાજાશાહી સમયના બે ગાડા માર્ગ ચાલુ કરવા મામલતદારને રજુઆત

રામનાથથી ખામનાથ અને ઘી ડેમ સુધી જવા માટે

ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયામાં વર્ષો પહેલા રાજાશાહીના સમયથી રામનાથ પાસેથી ખામનાથ ઝીલલીયા મહાદેવ નજીક થઈને જવાનો રસ્તો હતો જેથી લોકો માત્ર અડધા કિ.મી. માં જ રામનાથથી ખામનાથ જઈ શકતા અને આ રસ્તો દબાણ થતાં બંધ થઈ ગયો છે. આવી જ રીતે રામનાથ મંદિર પાસેથી છેક ઘી ડેમ સુધી જવા પણ કાચો રસ્તો હતો જેથી લોકો સહેલાઈથી રામનાથથી સીધા ઘી ડેમ શોટકટમાં જઈ શકતા તે રસ્તો પણ દબાણમાં બંધ થઈ ગયો છે.

હાલ ખામનાથ પાસે ૧ર૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ જર્જરીત બંધ છે અને હેઠવાસનો ડ્રાયવર્ઝન વારંવાર બગડી જાય છે. ખામનાથ જતો જુનો ગાડા માર્ગ ખુલી જાય તો ખૂબ ઉપયોગી થાય તેવું છે. માટે તંત્રને રજુઆત કરાઈ છે. આવી જ રીતે ખંભાળીયામાં રંગીલા હનુમાન ફાટક પાસે પણ પોરબંદર રોડ પરના કુંભારવાડામાંથી રેલવે પૂલ નીચેથી જતો રસ્તો હતો જે ફાટકની નડતર વગર દ્વારકા રોડ જવા ઉપયોગી હતો તે પણ બંધ હોય આવા રસ્તાઓ ફરીથી ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે. જેથી લોકોની સગવડતામાં વધારો થાય તથા વૈકલ્પિક રસ્તાઓ પ્રાપ્ત થઈ શકે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh