Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીના ગાઝીયાબાદના શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૭: ઓખામંડળમાં રહેતા એક યુવાને લગ્ન કર્યા પછી તેણીના પત્નીના કેટલાક વાંધાજનક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પત્નીએ લગ્ન પહેલાં પોતાની સાથે રીલેસનશીપમાં રહેલા દિલ્હીના ગાઝીયાબાદના એક શખ્સ પાસે તે ફોટા હોવાની કબૂલાત આપ્યા પછી બદનામીથી ડરી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પતિની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા એક ગામમાં વસવાટ કરતા યુવાને થોડા સમય પહેલાં એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે દંપતીના ચાલી રહેલા સુખરૂપ સંસાર વચ્ચે વીસેક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં આ યુવાનના પત્નીના કેટલાક મોડેલીંગ ફોટા તથા બીભત્સ ફોટા અને વીડિયો વાયરલ થયા હતા.
આ બાબતની જાણ થતાં તે યુવાને પત્ની સાથે વાત કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં તેણી દિલ્હીના ગાઝીયાબાદમાં રહેતા રાજીવ સકસેના ઉર્ફે વિક્કી નામના શખ્સ સાથે રીલેસનશીપમાં હતી. એકાદ વર્ષ સુધી તે યુવતી તથા રાજીવ વચ્ચે રહેલા સંબંધ દરમિયાન આ શખ્સે તેણીના કેટલાક ફોટા અને વીડિયો ઉતારી લઈ પોતાની પાસે રાખ્યા હતા અને તે યુવતીના લગ્ન ઓખામંડળના યુવાન સાથે થયા પછી તેણે ફેસબુકમાં અમિતજી નામનું પેજ બનાવી તેના પરથી વાયરલ કર્યા હતા.
આ યુવતીએ પતિ સાથે ઉપરોક્ત ખુલાસો કર્યા પછી સમાજમાં પોતાની બદનામી થઈ છે તેમ માની પોતાના મેળે ગળાફાંસો ખાઈ લીધો હતો અને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. પત્નીના નિધનથી વ્યથિત આ યુવાને આખરે પોલીસ સમક્ષ પહોંચી ફરિયાદ નોંધાવી છે. ચોંકી ઉઠેલી પોલીસે ગાઝીયા બાદના રાજીવ સકસેના ઉર્ફે વિક્કી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી તેના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial