Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણઃ
જામનગર તા. ૧૭: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અવિરતપણે હાથ ધરાતાં સામાજિક ઉત્તરદાયિત્વના વિવિધ કાર્યો અંતર્ગત જામનગરની સરકારી શ્રી ગુરૂગોવિંદસિંહ સરકારી હોસ્પિટલને ૧રપ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શન અને નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર નિર્માણ, મહિલા સશક્તિકરણ, યુવા કૌશલ્યવર્ધન સહિતની અનેક પ્રવૃત્તિઓ રિફાઈનરીની આજુબાજુના વિસ્તારમાં તો નિયમિત રીતે થાય છે પરંતુ તાકીદની પરિસ્થિતિમાં જ્યારે જ્યારે યોગદાનની જરૂર ઉભી થાય ત્યારે રિલાયન્સ અચૂકપણે જામનગર શહેર અને રાજ્યને મદદ કરવામાં અગ્રેસર રહે છે. કોરોનાના કપરા કાળમાં રિલાયન્સ દ્વારા નિર્માણ કરાયેલી ચિલ્ડ્રન કોવિડ હોસ્પિટલ, ઓક્સિજનનો પુરવઠો તથા અન્ય તબીબી સાધનો માટે થયેલી સેવાને લોકો આજે પણ યાદ કરે છે.
તાજેતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરની સરકારી શ્રી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલને ૧રપ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપવામાં આવી હતી. ઓક્સિજન કોન્સ્ટ્રેટર એ એક તબીબી ઉપકરણ છે જે હવામાંથી નાઈટ્રોજનને અલગ કરે છે, જેથી વ્યક્તિ ખૂબ શુદ્ધ ઓક્સિજન શ્વાસમાં લઈ શકે. શ્વાસોચ્છવાસને લગતી બિમારીઓ જેવી કે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ, કોવિડ-૧૯ અથવા અન્ય ફેફસાના રોગોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપયોગી સાબિત થશે.
ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ જુદી જુદી બે પ્રકારની ક્ષમતાનાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૈકી કેટલાંક ઉપકરણોનો સ્થાનિક હોસ્પિટલમાં ઉપયોગ કરવાની અને કેટલાંક પરત કરવાના ધોરણે દર્દીઓને તેમના ઘરે ઉપયોગ કરવા માટે આપવાનું આયોજન ધરાવે છે.
મેડિકલ સુપ્રિન્ટેડેન્ટ ડો. પી.આર. સકસેના, મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, મેડિસિન વિભાગના વડા ડો. મનિષ મહેતા તથા એડમીસ્ટ્રેટીવ ઓફિસર ડો. બી.સી. કણસાગરાએ આ ભેટ બદલ ધનરાજ નથવાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે દર્દીઓના કલ્યાણની પ્રવૃત્તિમાં યોગદાન બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial