Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રિવાબા જાડેજા થયા સહભાગી
જામનગર તા. ૧૭: રોટરી કલબ ઓફ જામનગર દર વર્ષે જામનગર શહેરમાં વસતા તમામ દિવ્યાંગ બાળકોના લાભાર્થે આસ્થા દિવ્યાંગ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ તા. ૧૪-૧૦-ર૦ર૪, સોમવારે રાત્રે ૭-૩૦ થી ૧૧ સુધી આસ્થા દિવ્યાંગ રાસોત્સવ-ર૦ર૪ ઉજવાયો હતો. આ આસ્થા દિવ્યાંગ રાસોત્સવ-ર૦ર૪ માં આસ્થા ડે કેર સેન્ટર તથા અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના બાળકો અને જામનગર શહેરમાંથી આવેલ અન્ય દિવ્યાંગ બાળકોએ માં આદ્ય-શક્તિની સ્તુતિ પછી મન મૂકીને સંગીતના સથવારે રાસની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે શહેરમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ પ્રેરક રહી સાંસદ પુનમબેન માડમ અનિવાર્ય સંજોગોમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાથી તેમણે તેમના પ્રતિનિધિ સાથે શુભેચ્છા સંદેશ પાઠવેલ અને દિવ્યાંગ બાળકોના લાભાર્થે થતા કાર્યની પ્રશંસા કરી હતી. જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાએ દિવ્યાંગ બાળકોના રાસોત્સવને માણ્યો હતો અને દિવ્યાંગ બાળકોના લાભાર્થે થતા કાર્યની પ્રશંસા કરી હતી.
જામનગરના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાએ દિવ્યાંગ બાળકોના ઉછેર માટે જગતજનની માં જગદંબા ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. નાનપણથી તેઓ રોટરી કલબની પ્રવૃત્તિઓથી પરિચિત છે તેમ જણાવી, સમાજના ઉત્થાનમાં સમગ્ર વિશ્વમાં રોટરી કલબ દ્વારા થતી અનેકવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
ઉપસ્થિત તમામ દિવ્યાંગ બાળકો અને તેના પરિવારજનો, તથા રોટરી પરિવાર અને મહેમાનો માટે રાજસ્થાન સમાજના અગ્રણી સર્વ રાજેન્દ્ર કાબરા, દિપક બાલદી, સત્યનારાયણ ઝંવર, શરદ અગ્રવાલ તથા બ્રિજેશ ઝવેરીએ સ્વાદિષ્ટ રાજસ્થાની વાનગીઓની વ્યવસ્થા કરી હતી. દરેક દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા એકઝેબોન મેટલ વાલા હાર્દિકભાઈ ગુઢકા દ્વારા લ્હાણી આપવામાં આવી હતી તે પછી ઉપસ્થિત સર્વે મહેમાનો અને દાતાઓના સહયોગ માટે રોટરી કલબ જામનગર દ્વારા હાર્દિક આભારની લાગણી વ્યકત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં રોટરી કલબ ઓફ જામનગરની આસ્થા ટીમ અને અન્ય તમામ સભ્યોએ કરેલ મહેનત નોંધનીય રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial