Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલ દ્વારા
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયામાં શહેર તથા ગ્રામ્ય, વડત્રા ત્રણેય સબ ડિવિઝનમાં પીજીવીસીએલમાં અત્યંત વધુ ગ્રાહકો હોય ઓછો સ્ટાફ તથા લાઈનો લાંબી, ગ્રાહકો વધુ ફોલ્ટ લાંબો સમય રહેતા હોય સ્થાનિક અગ્રણીઓ હરીભાઈ નકુમ, જીતેન્દ્ર કણઝારીયા, મશરીભાઈ નંદાણીયા, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીની રજુઆત તથા સાંસદ પૂનમબેન માડમ, ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી ખંભાળીયામાં રામનગરના નામથી નવું સબ ડિવઝન મંજુર થયું જે ચાલુ થતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર ગોજીયાએ જણાવેલ કે હાલ આ કચેરી વડત્રા સબ ડિવિઝનમાં અલગ રીતે કાર્યરત છે તથા ગ્રાહકોની પણ ફાળવણી અલગ રીતે આ સબ ડિવિઝનની કચેરીને કરવામાં આવી છે તથા આ કચેરીમાં ડેપ્યુટી ઈજનેર તથા જુનિયર ઈજનેરો, થોડા ટેકનિકલ સ્ટાફની પણ નિયુક્તિ કરવામાં આવી છે તથા થોડા સમયમાં રામનગર પીજીવીસીએલ કચેરી તેના અલગ સ્વતંત્ર બિલ્ડીંગમાં ચાલુ પણ થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial