Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાલાલ પટેલની આગાહીઃ
અમદાવાદ તા. ૧૭: હવામાન નિષ્ણાત અંબાલાલે ઓક્ટોબર તથા નવેમ્બર મહિના માટે નવી આગાહી કરી છે, અને ગુજરાતમાં ર૪ ઓક્ટોબર સુધી મેઘાવી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના દર્શાવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી ર૪ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આ વરસાદી સિસ્ટમ દિવાળી સુધી રહેશે અને દિવાળીમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રર ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ડિપડિપ્રેશન બનતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, ૧૮ ઓક્ટોબરથી ર૦ નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જેને લઈ વરસાદી વાતારણ રહેશે, સાથે સાથે ચક્રવાત બનવાની પણ શક્યતા છે જે વરસાદ આપી શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે તેમજ આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે અને દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રર થી ર૪ ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે સાથે સાથે ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ર૯-૩૦ ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. તા. ૧ થી ૭ નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે.
બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ૧૮ થી ર૦ ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું ફૂંકાશે. તેથી માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ દિવસોમાં અરબ સાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે, જેથી ૧૦૦ કિ.મી.થી વધારે ગતિથી વાવાઝોડું ફૂંકાવવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial