Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તથા માંગરીયાના બે સામે પણ નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૭: જામનગર-ખંભાળિયા રોડ પર જોગવડ ગામમાં એક આસામીએ પોતાનું મકાન પરપ્રાંતિયને ભાડે આપ્યા પછી અને મેઘપરના મહિલાએ ઓરડીઓ ભાડે આપી તેની વિગતો પોલીસને નહીં આપતા બંને સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે. જ્યારે ભાણવડ તથા કલ્યાણપુરના માંગરીયા ગામના બે આસામી સામે પણ ભાડુતની વિગત ન આપવા અંગે ગુન્હો નોંધાયો છે.
લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે સાજણ આલાભાઈ ગઢવી નામના આસામીએ પોતાનું મકાન એક પરપ્રાંતિય શખ્સને દર મહિને રૂ.ર હજારના ભાડાથી રહેવા માટે આપ્યા પછી તે ભાડે મકાન અંગે કાયદા મુજબ નજીકના પોલીસ સ્ટેશનને જાણ નહીં કરતા મેઘપરના પો.કો. એ.એચ. નોયડાએ ખુદ ફરિયાદી બની સાજણભાઈ સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાવ્યો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર મેઘપર ગામ સામે ઓરડીઓ બનાવી મેઘપર ગામના સુરજબા કાથડજી જાડેજા નામના મહિલાએ તે ઓરડીઓ ભાડે આપી દીધી હતી. તેમાં રહેતા વ્યક્તિઓની વિગતો પોલીસને આપવામાં નહીં આવતા મેઘપરના એએસઆઈ વી.સી. જાડેજાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી દુકાન તથા વાડો કૈલાસનગરમાં રહેતા સુમિતા બેન ધર્મેશભાઈ રાવલીયાએ પરપ્રાંતીય વ્યક્તિને ભાડે આપી તેની જાણ પોલીસને કરી ન હતી. કલ્યાણપુરના માંગરીયા ગામમાં ધર્મેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજાએ પોતાનું મકાન રૂ.૧ હજારમાં ભાડે આપી ભાડુતની વિગત પોલીસને આપી ન હતી. બંને વ્યક્તિ સામે જાહેરનામા ભંગ અંગે ગુન્હો નોંધી કાર્યવાહી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial