Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં લઠ્ઠાકાંડઃ સિવાન અને છપરામાં ઝેરી દારૂ પીવાથી ર૪ના મોતઃ બે ચોકીદારો સસ્પેન્ડ

કેટલાક લોકો સારવાર હેઠળઃ વધી શકે છે મૃતાંક

પટણા તા. ૧૭: બિહારમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે, અને ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ર૪ લોકોના જીવ ગયા છે, જ્યારે કેટલાક લોકોની સારવાર ચાલી રહી છે. સિવાન અને છપરામાં આ લઠ્ઠાકાંડ સર્જાયા પછી તપાસ શરૂ થઈ છે અને બે વોચમેનને સસ્પેનડ કરાયા હોવાનું જાણવા મળે છે.

સિવાન જિલ્લા મેજિસ્ટ્રેટ મુકુલ કુમાર ગુપ્તાએ કહ્યું, બુધવારે સવારે લગભગ ૭-૩૦ વાગ્યે માહિતી મળી કે મગહર અને ઓરિયા પંચાયતોમાં ત્રણ લોકોના રહસ્મય સંજોગોમાં મૃત્યુ થયા છે. અધિકરીઓની એક ટીમ, એક ટીમને તાત્કાલિક વિસ્તારમાં મોકલવામાં આવી હતી અને ૧ર વધુ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં, પરંતુ તેમાંથી એકનું રસ્તામાં જ મોત થયું હતું. ઝેરી દારૂના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે પીડિતોએ મંગળવારે રાત્રે ઝેરી દારૂ પીધો હતો. ત્યારપછી તેઓ બીમાર પડ્યા હતાં. અધિકારીઓએ મૃતકોની અને સારવાર હેઠળની ઓળખ જાહેર કરી નથી.

ડીએમએ કહ્યું, 'જિલ્લા પ્રશાસને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. પ્રોહિબિશન અને  એક્સાઈઝ વિભાગના અધિકારીઓની ટીમ પણ આ મામલાની તપાસ કરશે.'

આ ઘટના પછી જિલ્લા મગહર અને ઓરિયા પંચાયતના બે ચોકીદારોને સસ્પેન્ડ કરી દીધા છે. ડીએમએ કહ્યું, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે.

અન્ય એક ઘટનામાં બુધવારે સારણ જિલ્લામાં કથિત રીતે નકલી દારૂ પીવાથી બે લોકોના મોત થયા હતાં અને અન્ય ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સારણ જિલ્લા મેજિસ્ટ્રેટ અમન સમીરે જણાવ્યું હતું કે, આ ઘટના મુશારખ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ઈબ્રાહીમપુર વિસ્તારમાં બની હતી. શંકાસ્પદ દારૂના મોત અંગે અધિકારીઓ દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરીને કેસ નોંધ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh