Advertisement
Author: નોબત સમાચાર

જીતુભાઈ લાલે વીરપુર મહાસંમેલનમાં હાજર રહેનાર તમામ રઘુવંશી પરિવારોનો માન્યો આભાર

સેવા અને સંગઠનમાં સહયોગી બનવાની અપેક્ષા સાથે

જામનગર તા. ૧૭: ગુજરાતભરના રઘુવંશીઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થયા પછી આ નવી જવાબદારી ગ્રહણ કરવાના અવસરે જલારામ ધામ (વીરપુર) માં યોજાયેલા રાજ્યભરના રઘુવંશીઓના મહાસંમેલનમાં ઉપસ્થિત રહી સમાજની એકતાનું પ્રચંડ પ્રદર્શન કરાવવા બદલ ગુજરાતભરના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, જ્ઞાતિ સંસ્થાઓના પ્રમુખ - પદાધિકારીઓ અને સૌ રઘુવંશી ભાઈ-બહેનોનો આ અવસરને ઐતિહાસિક બનાવવા બદલ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

જીતુભાઈ લાલે જણાવ્યું છે કે, "આ પદગ્રહણ અવસરે લાગણી દર્શાવી ઉપસ્થિત રહ્યાં એ જ રીતે સૌ જ્ઞાતિજનો ભવિષ્યમાં પણ જ્ઞાતિ સંગઠન-સેવાના કામોમાં ઉત્સાહભેર સહકાર આપશો તેવી સૌ પ્રત્યે અપેક્ષા રાખું છું."

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh