Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતર માળખાકીય સુવિધાના કામો માટે રૂ. ૩૫૮ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરીઃ
જામનગર તા. ૧૭: જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂપિયા પ.૯૦ કરોડના વિવિધ વિકાસ કામના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત રૂપિયા ૩.પર કરોડના કામોને સૈધાંતીક મંજુરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ૯ સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન. મોદી, નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા અને ઈન્ચ. આસી. કમિ. ટેક્સ જીજ્ઞેશ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતાં.
આજની સ્ટન્ડીંગ કમિટીમાં વોટર વર્ક્સ શાખાની જુદી-જુદી પાંચ દરખાસ્તો રજુ થઈ હતી. જે માટે કુલ રૂપિયા ૧પ૪.૭૯ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. જેમાં જ્ઞાનગંગા ઝોન વિસ્તારમાં સ્ટ્રન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન, ઓફ અકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આરસીસી/બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બરના કામ માટે રૂ. ૮.૦૩ લાખ તથા ગુલાબનગર ઝોન વિસ્તારમાં રૂ. ૧૬.૭૯ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. ઉપરાંત ઝોન-૧માં ડીઆઈ પાઈપ લાઈન નાખવા માટે વાર્ષિક રૂપિયા ર૮.૮૦ લાખાનો ખર્ચ મંજુર કરાયો હતો. તથા જુદા-જુદા ઈએસઆર ઉપર કોમ્પ્રેહેન્સીવના ધોરણે ઓપરેશન અને મેઈન્ટેનન્સના કામ માટે રૂ. ૮૯.૪૬ લાખ તથા શંકર ટેકરી ઝોન વિસ્તારમાં પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આરસીસી બ્રીક ચેમ્બર બનાવવા માટે રૂ. ૧૧.૭૧ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
ફાયર શાખા માટે ફાયર ફાઈટીંગના સાધનો ખરીદવા વાર્ષિક રૂપિયા ર૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. તથા લાઈવ સ્ટોક ઈન્સ્પે. કોન્ટ્રાક્ટ બેઝથી નવી નિમણૂંક આપવા નિર્ણય લેવાયો છે. જ્યારે ખાનગી સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામગિરી માટે કુલ છ સોસાયટીના ૧૪ કામદારોનું રૂ. ૪.ર૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. આ ઉપરાંત રૂ. ર૦.૦૬ લાખનું સિક્યુરીટી એજન્સી માટે ખર્ચ માન્ય રાખવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અનવયે આંતર માળખાકીય સુવિધાના કામો સુચવવા માટે રૂપિયા ૩પ૮.પર કરોડના કામોનું સૈદ્ધાંતિક સ્વિકાર કરવામાં આવે છે. વોર્ડ નં. પ, ૯, ૧૩, ૧૪ માં મેટર મોરમ ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે રૂ. પાંચ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
વોર્ડ નં. ૧૬માં આશિર્વાદ દિપ સોસાયટીના પુલીયાથી જામનગર રોડ સુધી સી.સી. રોડ (ભાગ-૧) રૂ. ર૮.૭૪ લાખ તથા ભાગ-ર માટે રૂ. ૩ર. ૬૧ લાખનું ખર્ચ મંજુર કરાયું છે. ૭૮ વિધાન સભા વિસ્તારના ધારાસભ્યની સ્પેશ્યલ ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે ધારાસભ્યે સુચવેલા કામ માટે રૂ. ૧રપ લાખનો ખર્ચ મંજુર કરાયો છે તથા વોર્ડ નં. ૯માં ખાનગી સોસાયટી તથા હાઉસીંગ બોર્ડ વસાહતમાં લોક ભાગીધારી થી સિ.સી. રોડ બ્લોક પેવર માટે રૂ. ર૦૦ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial