Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ વિજાપુર મૂક્યાઃ રાજ્યના છ ચીફ ઓફિસરોની સામૂહિક બદલી

સૌથી વધુ ચીફ ઓફિસરોની બદલીનો રેકોર્ડ...!

ખંભાળીયા તા. ૧૭: ગુજરાત રાજ્ય શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યના ૬ ચીફ ઓફિસરોની સામૂહિક બદલીઓના હુકમ કરવામાં આવ્યા છે, જેમાં ખંભાળીયાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસની બદલી વિજાપુર નગરપાલિકામાં કરવામાં આવી છે. તથા કલોલ, પાટણ, તરસાડી, વિજાપુરના ચીફ ઓફિસરો બદલાયા છે.

દોઢેક વર્ષ ખંભાળીયામાં સેવા આપનાર ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે ખંભાળીયા પાલિકામાં વેરા વસુલાત માટે પાલિકાનો વિસ્તાર વધારવા માટે, શહેરમાં ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે, પાલિકાને ૫ૂરતી ગ્રાન્ટ મળે તે માટે તથા વિકાસ કાર્યોના આયોજનમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તાજેતરમાં જેમ રાજ્યમાં વરસાદમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ ખંભાળીયાનો છે તેમ ચીફ ઓફિસરોની ટૂંકાગાળામાં બદલીનો પણ ખંભાળીયાનો રાજયમાં રેકોર્ડ છે. અઢી વર્ષ પહેલા એક વર્ષમાં ૧ર ચીફ ઓફિસરો બદલાયા હતાં. દર મહિને એકની બદલી ઈન્ચાર્જમાં રાવલ, સલાયા, ભાણવડ, જામજોધપુર, દ્વારકા-ઓખા, સિક્કા વિગેરે ગામોના ચીફ ઓફિસરો ચાર્જમાં આવતા હતાં. તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ રજૂઆત કરાતા તેમણે કાયમી ચીફ ઓફિસર તરીકે યશવંતસિંહ વાઘેલાને મૂક્યા તે પણ ૬ માસમાં બદલી ગયા અને તે પછી ભરતભાઈ વ્યાસ મૂક્યા તે પણ દોઢ વર્ષમાં બદલી ગયા અને ફરી જગ્યા ખાલી પડતા ઈન્ચાર્જ નીમાશે ફરી એક વખત બીનકાયમી સી.ઓ. શરૂ...!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh