Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ખાડા બુરીને કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ

મનપા તંત્રને જાગૃત કરવા પ્રયાસ

જામનગર તા. ૧૭: જામનગર લાલપુર બાયપાસ માર્ગે મસમોટા ખાડા પડ્યા છે. જેને બુરવાની મહાનગરપાલિકાએ તસ્દી નહીં લેતા આજે કોંગ્રેસ દ્વારા ખાડા બુરવા સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તંત્રની ઊંઘ ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

જામનગરમાં ભારે વરસાદ પછી ઠેર-ઠેર માર્ગો પર ખાડા પડ્યા છે. પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં ભાજપના શાસીત મહાનગરપાલિકાના તંત્રવાહકો ખાડા બુરવાની તસ્દી લેતા નથી.

આથી કોંગ્રેસ દ્વારા આજે મહાનગર૫ાલિકા તંત્રની આંખ ઊઘાડવા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો. પવનચક્કીથી લાલપુર બાયપાસ માર્ગે અનેક ખાડા બુરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરાયું હતું અને સૂત્રોચાર કર્યા હતાં કે, મેયરનો વોર્ડ જ ખાડાખડબાવાળો તથા સભ્ય નોંધણી બંધ કરો અને ખાડા બુરવાનું ચાલુ કરો. તેમજ ખાડામાં કાગળમાં લખેલ બોર્ડ લગાવ્યું હતું કે, 'હું ખાડો કોઈનો પણ જીવ લઈશ' આમ કોંગ્રેસ દ્વારા તંત્રની આંખ ઊઘાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર કાસમભાઈ જોખીયા, યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, અગ્રણી પાર્થ પટેલ, સાજીદ બ્લોચ, મનોજ કથીરીયા સહિતનાઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh