Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલમાં પ્રથમ માળેથી યુવાને છલાંગ લગાવતા દોડધામ

ફ્રેક્ચર સહિતની થઈ ઈજાઃ

જામનગર તા. ૧૭: જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા આવેલા મોટા થાવરીયા ગામના એક યુવાને આજે સવારે હોસ્પિટલની કેશબારીની ઉપર આવેલા પ્રથમ માળના વોર્ડની બારીમાંથી છલાંગ લગાવી હતી. નીચે પડેલી ખુરશીઓ પર પટકાયેલા આ યુવાનને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. આ વેળાએ હોસ્પિટલમાં હાજર લોકો દોડી આવ્યા હતા.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે આવેલા જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામના મગનભાઈ મકવાણા નામના કડિયાકામ કરતા યુવાન ને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ યુવાનને કોઈએ મોટા થાવરીયામાં માથાકૂટ થઈ હોવાનું અને હત્યા થઈ ગઈ હોવાનું જણાવતા આજે સવારે આ યુવાને હોસ્પિટલના પ્રથમ માળે એક બારીમાંથી છલાંગ લગાવી દીધી હતી. નીચે પડેલી ખુરશી પર ત્રાટકેલા મગનભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. આ યુવાનની છલાંગના પગલે કેશબારી પાસે દોડધામ મચી ગઈ હતી. દાખલ રહેલા આ દર્દીને વધુ સારવાર માટે ઓર્થોપેડિક વોર્ડમાં લઈ જવા પડ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh