Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના પાંચ ખેલાડીઓ તો શૂન્યમાં પેવેલિયનમાં:
બેંગ્લુરૂ તા. ૧૭: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના પ્રથમ મેચના બીજા દિવસે મેચનો આરંભ થયો હતો. ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો.
ભારતના દાવની અત્યંત કંગાળ શરૂઆત થઈ હતી. ભારતના ટોચના રેકોર્ડ સર્જનારા બેટધરો ટપોટપ આઉટ થઈ ગયા હતાં અને લંચ પહેલા તો ભારત છ વિકેટ ગુમાવી બેઠું હતું.
ભારતના પ્રથમ દાવમાં કપ્તાન રોહિત શર્મા ર રન, વિરાટ કહોલી શૂન્ય, સરફરાઝ ખાન શૂન્ય, યશસ્વી જયસ્વાલ ૧૩ રન, કે.એલ. રાહુલ શૂન્ય, રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થઈ ગયા હતાં અને લંચ સમયે ભારતનો સ્કોર છ વિકેટે માત્ર ૩૪ રન થયા હતાં.
લંચ પછીની રમતમાં પણ ધબડકાનો સીલસીલો ચાલુ રહ્યો હતો. લંચ પછી અશ્વિન શૂન્ય, રૂષભ પંત ર૦ રન, બુમરાહ એક રન કરી આઉટ થઈ ગયા હતાં અને કુલદીપ યાદવ બે રને આઉટ થવાથી ભારતનો પ્રથમ દાવ માત્ર ૪૬ રનમાં સમેટાઈ ગયો હતો. ભારતના પાંચ ખેલાડી શૂન્ય રનમાં આઉટ થયા હતાં.
અંતિમ સમાચાર પ્રમાણે ન્યુઝીલેન્ડના પ્રથમ દાવમાં વિના વિકેટે ૪૮ રન થયા હતાં. ભારતીય ટીમઃ રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કે.એલ. રાહુલ, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, સીરાજ.
ન્યુઝીલેન્ડ ટીમઃ લેથમ, કોન્વે, યંગ, રચિન રવિન્દ્ર, મીસેલ, બ્લુન્ડેલ, ફિલીપ્સ, ડેન્રી, સાઉધી, એઝાઝ પટેલ, ઓરૂરકે.
ભારતનો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ
- ૩૬ રન વિ. ઓસ્ટ્રેલિયા ૨૦૨૦
- ૪૨ રન વિ. ઈંગ્લેન્ડ ૧૯૭૪
- ૪૬ રન વિ. ન્યુઝીલેન્ડ ૨૦૨૪
- પ૮ રન વિ. ઓસ્ટ્રેલિયા ૧૯૪૭
- પ૮ રન વિ. ઈંગ્લેન્ડ ૧૯પ૨
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial