Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો ભવ્ય સમાપન સમારોહ રાસ ગરબ-વિકાસ ગીતો સાથે સંપન્ન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત 'આવતી કળાય' ગરબો ગવાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪ મા મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર ર૦૦૧ ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતાં. ત્યારે ર૦૦૧ થી ર૦ર૪ સુધીની તેમની ર૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પદ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા. ૭ થી ૧પ ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીનો ભવ્ય સમાપન સમારોહ મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવમાં યોજવામાં આવ્યો હતો જેમાં કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લખેલા 'આવતી કળાય' ગરબા પર રાસ મંડળીના ખેલૈયાઓએ મનમોહક રાસ રજૂ કર્યો હતો, જ્યારે આભમાં ઉગેલ ચાંદલો ગીત પર ખેલાયેલ ઢાલ-તલવાર રાસે સૌને અચંબિત કર્યા હતાં, તો ભર્યા સરોવર બોલ પર રજૂ થયેલ મણિયાર રાસની પણ એટલી જ ઉત્કૃષ્ટ રજૂઆત થઈ હતી. સાથે સાથે કલાકારોએ વિકાસ ગીત તથા વિવિધ ગરબા રજૂ કરી સમગ્ર માહોલ દેશભક્તિમય બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન પરષોત્તમભાઈ કકનાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.એ. ઝાલા, ભાવેશભાઈ જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, આગેવાન સર્વ વિમલભાઈ કગથરા, વિજયસિંહ જેઠવા સહિત સ્થાનિક કલાકારો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh