Advertisement
Author: નોબત સમાચાર

મેતાજીએ કારખાનેદારને અંધારામાં રાખી જીએસટીનું પાંચ કરોડનું મેળવ્યું રીફંડ

કારખાનેદારે નોંધાવી પોલીસમાં ફરિયાદઃ

જામનગર તા. ૧૭: જામનગરના એક કારખાનેદારે પેઢી બંધ કર્યા પછી તેનું બેંક એકાઉન્ટ અને જીએસટી નંબર કેન્સલ કરાવવા મેતાજીને તાકીદ કર્યા પછી તે બંને ચાલુ રાખી મેતાજીએ ચાર વર્ષથી જીએસટીમાંથી રૂ.પાંચેક કરોડની ક્રેડીટ રીફંડ મેળવી લઈ છેતરપિંડી આચરતા મેતાજી સામે ફરિયાદ કરાઈ છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કૈલાસ મેટલ નામના કારખાનામાં રિદ્ધિ સિદ્ધિ કાસ્ટીંગ નામનું કારખાનંુ વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયાએ શરૂ કર્યા પછી વર્ષ ૨૦૨૦માં તેને બંધ પણ કરી દીધુ હતું. આ પેઢીમાં મેતાજી તરીકે કામ કરતા રાજુ જગેટીયા નામના શખ્સને રિદ્ધિ સિદ્ધિ કાસ્ટીંગનું બેંક એકાઉન્ટ બંધ કરાવવા તથા જીએસટી નંબર પણ કેન્સલ કરાવવા વિષ્ણુભાઈએ તાકીદ કરી હતી.

આમ છતાં રાજુ જગેટીયાએ તે બેંક ખાતુ બંધ કરાવ્યંુ ન હતું અને જીએસટી નંબર પણ કેન્સલ કરાવ્યા ન હતા. તે બંનેમાં ટ્રાન્ઝેકશન કરાવ્યે રખાતા કોઈ બાબતની ભૂલ રહી જતાં જુનાગઢ સ્થિત જીએસટી કચેરીમાં સમન્સ ઈસ્યુ થયું હતું અને વિષ્ણુભાઈ પંડયાને મળ્યું હતું. તેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા.

આ વેપારીએ મેતાજીનો સંપર્ક કરતા તેણે છેલ્લા ચાર વર્ષમાં રૂ.પ કરોડની જીએસટીની ક્રેડીટ મેળવ્યાનું જણાઈ આવતા અને આ પેઢીના આઈસીઆઈસીઆઈ બેંકમાં આવેલા ખાતામાંથી અર્થમેટ ફાયનાન્સિયલ ઈન્ડિયા પ્રા.લિ. માટે રૂ.પ લાખની લોન પણ મેતાજીએ લઈ લીધી હોવાનું ખૂલ્યું હતું. જો કે, તે રકમ મેતાજીએ બેંક ખાતામાં પરત પણ કરી દીધી હતી. તેમ છતાં જીએસટીની રૂ.પ કરોડની રીફંડની છેતરપિંડી માટે કારખાનેદાર વિષ્ણુભાઈએ મેતાજી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh