Advertisement
Author: નોબત સમાચાર

લોરેન્સ ગેંગનો શૂટર ગિરફ્તારઃ સલમાનની વધારાઈ સુરક્ષા

બાબા સિદ્દીકીની હત્યા પછી

મુંબઈ તા. ૧૭: બાબા સિદ્દીકીની હત્યા પછી તેમના મિત્ર અને ફિલ્મ અભિનેતાની સુરક્ષા વધારી દેવાઈ છે. આ હત્યા કેસમાં પોલીસે લોરેન્સ ગેંગના શૂટરને દબોચી લીધો છે.

બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. તો બીજી તરફ સલમાન ખાનની સુરક્ષામાં તાબડતોબ વધારો કરાયો છે. બાબા સિદ્દીકી પર ફાયરીંગ થતા સલમાન ખાનના ઘર અને ફાર્મ હાઉસમાં ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. તો બીજી તરફ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક શૂટરને એરેસ્ટ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં સલામન ખાનના ઘરે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફાયરીંગની જવાબદારી લીધી હોવાનો અહેવાલ મળ્યો હતો. આ કેસમાં પોલીસે ઘણાં લોકોની ધરપકડ કરી છે, જો કે હજી પણ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન હરિયાણા અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે સુક્ખા કાલુયા નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલ વ્યક્તિ બિશ્નોઈ ગેંગનો હોવાનું કહેવાય છે. આ શૂટરે સલમાન ખાનની સોપારી લીધી હતી અને તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે. સુક્ખાએ સલમાન ખાનના ઘરની રેકી કરી હતી, અને હવે નવી મુંબઈની પનવેલ સિટી પોલીસ અને હરિયાણા પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને તેને પકડી લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નવી મુંબઈના પનવેલ સિટી પોલીસ સ્ટેશનની ટીમ બુધવારે રાત્રે લગભગ ૧૦-૩૦ વાગ્યે પાણીપતના સેક્ટર ર૯ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મુંબઈ પોલીસ ટીમના એસઆઈ વિનોદે માહિતી આપી હતી કે લોરેન્સ ગેંગનો એક શૂટર વોન્ટેડ છે અને તેમને માહિતી મળી છે કે તે પાણીપતની એક હોટલમાં છૂપાયેલો છે. આરોપી સુક્ખા પાણીપતના રેલ કલાન ગામનો રહેવાસી છે. પોલીસે મોડી રાત્રે સુક્ખાની જિલ્લા સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવી અને તેને પોતાની સાથે મુંબઈ લઈ ગઈ હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના ઘરે ફાયરીંગ કરવાનું ટાસ્ક સુક્ખાને આપ્યું હતું. તે સમયે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગેંગના કેટલાક સભ્યોની ધરપકડ કરી હતી, જો કે સુક્ખા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હવે જ્યારે બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસે બિશ્નોઈ ગેંગના આ શૂટરની ધરપકડ કરી છે જેણે સલમાન ખાનના ઘરની રેકી કરી હતી.

બાબા સિદ્દીકીની હત્યા પછી સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ખાન પરિવારે પણ અપીલ કરી છે કે અત્યારે કોઈ તેમને મળવાન આવે. બાબા સિદ્દીકીના મૃત્યુની સલમાન ખાન પર ઊંડી અસર પડી છે. સલમાન ખાન બાબાની ખૂબ નજીક હતો. આવી સ્થિતિમાં પ્રિય મિત્રને ગુમાવવાનું દર્દ માત્ર સલામાન ખાન જ સમજી શકે છે, જો કે પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh