Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં અકળ કારણથી યુવાને ટીકડા ગળી લીધાઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી જઈ એક પ્રૌઢે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. તે જ રીતે જામજોધપુરના વસંતપુર ગામમાં એક વૃદ્ધે એકલાપણાં અને ડાયાબિટીસની બીમારીથી કંટાળી ગળાટૂંપો ખાઈ લીધો છે. ખંભાળિયામાં એક યુવાને અકળ કારણથી ઝેરી ટીકડા ખાઈ જિંદગી ટૂંકાવી છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ હાથ ધરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ગણેશ વાસમાં રહેતા દામજીભાઈ કુંભાભાઈ સાગઠીયા નામના પ્રૌઢે સોમવારે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના સંબંધી સોમાભાઈ વાલાભાઈ સાગઠીયાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ દામજીભાઈને પોતાના પુત્ર સાથે બનતું ન હતું અને તેના કારણે પુત્ર તથા પત્ની અમદાવાદ રહેતા હતા અને જામનગરમાં દામજીભાઈ એકલવાયું જીવન જીવતા હતા. તેનાથી કંટાળી જઈને આ પ્રૌઢે ગળાફાંસો ખાઈ લીધો છે. જમાદાર આર.ડી. ગાંભવાએ નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રબારીપામાં રહેતા છગનભાઈ કચરાભાઈ કણસાગરા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ એકલવાયું જીવન જીવતા હતા. તે દરમિયાન પાંચેક વર્ષથી તેઓને ડાયાબિટીસની બીમારી લાગુ પડી હતી. તેનાથી કંટાળી જઈ આ વૃદ્ધે ગઈકાલે સવારે વસંતપુરમાં એક મંદિરના પાછળના ભાગે જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યાનું મૃતકના ભાઈ ગોવિંદભાઈ કણસાગરાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
ખંભાળિયા શહેરમાં રહેતા પ્રકાશભાઈ ધીરજલાલ જાદવાણી નામના ચાલીસ વર્ષના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવાના ટીકડા ગળી લીધા હતા. તેની જાણ થતાં આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ કિશોરભાઈ જાદવાણીએ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial