Advertisement
Author: નોબત સમાચાર

વાડીનાર-રાજકોટ હાઈવે પર મોટા-મોટા ખાડા સરકાર માટે શરમજનકઃ ઓથોરિટી સામે રોષ

ફોરવ્હીલ માટે એક જ ફ્રી વે રખાતા લાઈનો લાગી !

ખંભાળીયા તા. ૧૭: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ તથા આર એન્ડ ૫ીડબલ્યુડી તંત્રને ખાસ ગ્રાન્ટો ફાળવીને રાજ્યમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકસાન અને વરસાદથી ખરાબ થયેલ રોડ-રસ્તાઓ રીપેરીંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ખંભાળીયાના વાડીનારથી રાજકોટના ટોલ રોડ પર અનેક સ્થળે મોટા ખાડા, પથ્થર દેખાય તેવા લાઈનમાં ઢગલાબંધ ખાડા ભારે ટીકાપાત્ર થયા છે. રોજના લાખો રૂપિયા ટોલ ટેક્સ વસુલ્યા પછી પણ રસ્તા રીપેરીંગ કેમ નથી થતા તેવા સવાલો ઊઠી રહ્યાં છે.

વાડીનારથી રાજકોટ વચ્ચે બેડ, સિક્કા, જામનગર બાયપાસ, રાવલસર, પડધરી, ધ્રોલ સહિતના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રોડ પર ખાડા પડેલા હોય, રોજ વાહન ચાલકો પરેશાન થતા હોય, પણ ટોલ રોડના કોન્ટ્રાક્ટર કે ઓથોરીટી સ્ટેટ દ્વારા કંઈ કરવામાં આવતું નથી...!!

વાડીનાર રાજકોટ ટોલ રોડ પર રાજ્ય સરકાર દ્વારા ફોર વ્હીલ માટે ફ્રી લાઈન બે રાખવામાં આવી હતી પણ તેમાં એક લાઈન બંધ કરીને એક જ ટોલ નાકા પરથી તમામ ફોર વ્હીલ નીકળે તેવું થતા સવાર-સાંજ એક કિ.મી. લાંબી ફોર વ્હીલરની લાઈનો લાગે છે, તે પણ ભારે ટીકાપાત્ર બન્યું છે. રાજ્ય સરકારની ફ્રી લાઈન બે માંથી એક થઈ તે શા માટે...? તે પણ મોટો પ્રશ્ન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh