Advertisement
Author: નોબત સમાચાર

દિવાળીના તહેવારો નિમિત્તે રાજ્ય સરકારના કર્મીઓને વહેલો પગાર ચૂકવાશે

તા. ર૩ થી રપ ઓક્ટોબર દરમિયાન

ગાંધીનગર તા. ૧૭: ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. ૩૧-૧૦-ર૦ર૪ ના હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર ર૦ર૪ માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર ઓક્ટોબર ર૦ર૪ માસના રાજ્ય સરકારના કર્મચારીઓ/ પેન્શનરોના પગાર ભથ્થા/ પેન્શનની ચૂકવણી તા. ૧૩-૧૦-૧૯૯૩ ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે વંચાણમાં લીધેલ તા. ર૦-૪-૧૯૯૩ ના ઠરાવમાં છૂટછાટ મૂકીને તા. ર૩-૧૦-ર૦ર૪, તા. ર૪-૧૦-ર૦ર૪ અને તા. રપ-૧૦-ર૦ર૪ દરમિયાન તબક્કાવાર કરવાનું આથી ઠરાવવામાં આવ્યું છે.

આ ઠરાવ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh