Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય સંલગ્ન સુવિધાઓ તથા નિષ્ણાત ડોક્ટરો મૂકવા માંગણીઃ
જામનગર તા. ૧૭: ગુજરાતની સૌથી મોટી બીજા નંબરની જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લેવલ ટુ નું રપ૦ બેડની ક્ષમતાવાળું ટ્રોમા સેન્ટર બનાવવા તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગર શહેરની જી.જી. હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રનું ક્રિટિકલ કેર સેન્ટર છે. જે જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લા સાથે સારવારની સગવડતા માટે જોડાયેલું છે તેમજ ઉક્ત જિલ્લાઓની હાઈ-વે ટચ હોવાના કારણોસર આજુબાજુ વિસ્તારના તમામ લોકો રોડ એક્સિડન્ટથી જી.જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવે છે. અંદાજે ર૦૦ થી વધુ પેસન્ટોનું સરેરાશ દૈનિક આવાગમન રહે છે. હાલના ટ્રોમા સેન્ટરમાં જે માળખાકીય સુવિધાઓ છે તે ઉક્ત સંખ્યાને ધ્યાને લેતા અપૂરતી છે. હાલમાં થોડું ઘણું આધુનિકરણ કરવામાં આવેલ છે, છતાં ર૦૦ થી વધુ પેસન્ટોનું સારવાર માટે પહોંચી વળવા જામનગરનું હાલનું ટ્રોમા સેન્ટર સક્ષમ નથી.
વધુમાં જણાવવાનું કે ક્રિટિકલ કેર યુનિટ પ૦ બેડને બદલે લેવલ ટુ નું રપ૦ બેડનું ટ્રોમા સેન્ટર બનાવવા માંગણી છે. આ ટ્રોમા સેન્ટરનો લાભ જામનગર જિલ્લો તથા આજુબાજુના જિલ્લાના દર્દીઓની જરૂરિયાત ધ્યાને લઈ તેનો તાત્કાલિક ધોરણે અમલ કરી લેવલ ટુ નું રપ૦ બેડનું ટ્રોમા સેન્ટરને પ્રથમ પ્રાધાન્ય આપી તેની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે.
તેમજ જામનગર જિલ્લાની ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલ હોય, ચાલુ વર્ષમાં બજેટમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ફાળવણી કરવામાં આવેલ છે. જે જામનગર જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવાનું તથા એમસીએચ-મેટરનીટી ચાઈલ્ડ હોસ્પિટલ પ૦૦ બેડવાળી હોસ્પિટલનું બાંધકામ કરવા માટે ચાલુ વર્ષ બજેટમાં ફાળવણી કરવામાં આવેલ છે. આ હોસ્પિટલનો લાભ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખીને તેના બાંધકામનીકાર્યવાહી સત્વરે હાથ ધરવા તેમણે રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial