Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો નોંધ્યોઃ
જામનગર તા. ૧૭: દ્વારકા શહેરના લેમન ટ્રી હોટલ પાછળના રોડ પરથી ગઈકાલે સાંજે ગૌવંશના શરીરના ટૂકડા તથા માંસના ટૂકડા મળી આવતા અરેરાટી પ્રસરી છે. દોડી આવેલી પોલીસે તે ટૂકડા કબજે કરી હાથ ધરેલી તપાસમાં દ્વારકા તથા જામનગરના બે શખ્સે તિક્ષણ હથિયારથી તે ટૂકડા કરી ત્યાં ફેંકયાની કેફિયત મળી છે. બંને સામે ગુન્હો નોંધાયો છે.
દ્વારકા શહેરમાં આવેલા લેમન ટ્રી હોટલ પાછળના રોડ પરથી ગઈકાલે સાંજે ગૌવંશના શરીરના માંસના ટૂકડા તથા પગના ટૂકડા મળી આવ્યા હતા. તેની કોઈએ પોલીસને જાણ કરતા દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી ગયો હતો.
તે સ્થળેથી ગૌવંશના પગ તથા માંસા ટૂકડા જોવા મળતા પોલીસે તેને કબજે કરી તપાસ શરૂ કરી છે. તે દરમિયાન હાથી ગેઈટ સામે રહેતા પરસોત્તમ વેલજીભાઈ પરમાર ઉર્ફે મનસુખ ઉર્ફે ટકુડો તથા જામનગરના રણજીતસાગર રોડ પર હર્ષદ મીલની ચાલી નજીક મારવાડી વાસમાં રહેતા દીપક કરશનભાઈ સોલંકી નામના બે શખ્સે કોઈ તિક્ષણ હથિયાર વડે તે ટૂકડા કરી નાખી તેને જાહેરમાં ફેકી દીધા હોવાનું જણાઈ આવતા દ્વારકાના જમાદાર રાજદીપસિંહ એચ. જાડેજાએ ખુદ ફરિયાદી બની દ્વારકા પોલીસ મથકમાં પરસોત્તમ તથા દીપક સામે બીએનએસની કલમ ૩૨૫ અને પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial