Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: બ્લાઈન્ડ સ્પોર્ટસ એસોસિએશન ઓફ ગુજરાત એફિલેટેડ બાય ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટસ-ન્યુ દિલ્હી, પેરા જુડો એસોસિએશન ઈન્ડિયા, સેતુ ટ્રસ્ટ આણંદ પેરા એસોસિએશન ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે બ્લાઈન્ડ જુડો ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ તા. ૧૩-૬-૨૫ થી તા. ૧૯-૬-૨૫ સુધી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રાખવામાં આવ્યો છે. ગુજરાતના નેત્રહિન ખેલાડી મિત્રોને જે-તે રમત-ગમતના શિક્ષકોને પણ સાથો-સાથ તાલીમ મળી રહે તે હેતુથી આ ટ્રેનિંંગ કેમ્પ યોજવામાં આવ્યો છે. હાલારના નેત્રહિન ખેલાડીઓને આ કેમ્પમાં ભાગ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગત મેળવવા પેરા સ્પોર્ટસ્ એસો. ઓફ ગુજરાતના સેક્રેટરી કલ્પેશભાઈ ત્રિવેદી મો. ૯૯૭૯૯૩૫૯૧૧નો સંપર્ક કરવા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના પ્રમુખ સતારભાઈ દરજાદા (મો.૯૪૨૭૫૭૪૬૦૫) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial