Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષકનું સસ્પેન્શન રદ્ નહીં થાય તો ૧પ૦૦ વાલીઓ કરશે આંદોલનઃ ગાંધીનગરના દ્વાર ખખડાવાશે

જામ્યુકોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને એલ્ટિમેટમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરની પ્રાથમિક શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતા વાલી મંડળમાં તેનો ભારે વિરોધ ઊઠવા પામ્યો છે, અને જરૂર પડ્યે આંદોલનના મંડાણ કરવાની ચિમકી પણ ઉચારવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના શિક્ષક રામગોપાલ મીશ્રાને વડી કચેરીની મંજુરી મેળવ્યા પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની ગેરવર્તણૂક અને અસભ્ય વર્તનના કારણે સસ્પેન્ડ કરાયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે, પરંતુ મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગની કેટલીક હકીકતો સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી.

બીજી તરફ હવે વાલીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ બાબતે વિશાળ સંખ્યામાં વાલીઓ એકત્ર થયા હતાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી આ શિક્ષકનું સસ્પેન્શન રદ્ કરવા માગણી કરી હતી. વાલી મંડળના આગેવાન દિલુભા તખુભા વાઘેલા અને ગિતાબા હેમતસિંહ સોઢાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, જો શિક્ષકનું સસ્પેન્શન રદ્ કરવામાં નહીં આવે તો ૧પ૦૦ વાલીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. જરૂર પડ્યે ગાંધીનગર સુધી ન્યાય માટે જઈશું, પરંતુ કોઈપણ ભોગે આ શિક્ષકને પુનઃ નોકરીમાં લેવામાં આવે તે માટે જરૂરી તમામ પગલાં લેવાશે.

આ બન્ને આગેવાનોએ શિક્ષણ સમિતિમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પણ પ્રશ્ન ઊઠાવ્યો છે. જ્યારે હવે આગામી સમયમાં શું થશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh