Advertisement
Author: નોબત સમાચાર

કેરળ ર૦પપ અને ગુજરાત ૧૩પ૮ કોરોનાના કેસ આડે હોટસ્પોટઃ દેશમાં કુલ ૭૪૦૦ દર્દી

ગંભીર રોગ ધરાવનાર વધુ સંક્રમિત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૪: દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે અને ૭૪૦૦ સક્રિય કેસ નોંધાયા છે. કેરળ ર૦પપ અને ગુજરાત ૧૩પ૮ દર્દીઓ સાથે કોરોનાના હોટસ્પોટ બન્યા છે. પૂર્વ-અસ્તિત્વ ધરાવતા રોગોવાળા દર્દીઓ માટે વધુ જોખમ ઊભું થઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં પણ નવા કેસ નોંધાયા છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર દેશભરમાં હાલમાં કોરોનાના કુલ ૭૪૦૦ સક્રિય કેસ નોંધાયા છે. આ પૈકી કેરળમાં ર૦પપ અને ગુજરાતમાં ૧૩પ૮ દર્દીઓ સાથે આ બન્ને રાજ્યો મુખ્ય હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. કેરળમાં કોરોના વાયરસને કારણે ૮ર વર્ષિય એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

અહેવાલો અનુસાર મૃતક વ્યક્તિને ટાઈપ-૧ શ્વસન નિષ્ફળતા (રેસ્પિરેટરી ફેલિયર), તીવ્ર એન્સેફાલોપથી અને કોવિડ ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીઓ પણ હતી. આ ઉપરાંત કેરળમાં કોરોના સંબંધિત વધુ ત્રણ મૃત્યુ નોંધાયા છે, જેમાં ૮૩ વર્ષિય એક વ્યક્તિ (જેને સીએડી-એસ/પી સીએબીજી ડિ(મ્પેન્સેટેડ એચએફ, આઈ.વી. ડિસફંકશન હતું). ૬૭ વર્ષિય એક વ્યક્તિ (જેની કિડની ફેલ થઈ ગઈ હતી), અને ૬૧ વર્ષિય અન્ય એક દર્દી (જેને ટાઈપ ર ડાયાબિટીસ અને હાઈ બીપીની સમસ્યા હતી) નો સમાવેશ થાય છે.

આરોગ્ય નિષ્ણાતોએ આ અંગે પહેલેથી જ ચેતવણી આપી હતી કે આ વખતે કોરોના વાયરસ એવા લોકોને વધુ અસર કરી રહ્યો છે, જેઓ પહેલેથી જ કોઈ ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. આ મૃત્યના કિસ્સાઓ નિષ્ણાતોના મંતવ્યને સમર્થન આપે છે. કેરળ અને ગુજરાત ઉપરાંત, ઉત્તરપ્રદેશના ઘણાં જિલ્લાઓમાં પણ નવા કોવિડ દર્દીઓની પુષ્ટિ થઈ છે.

દેશભરમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા તેમજ ભીડવાળી જગ્યાઓ ટાળવા અપીલ કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh