Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેરરીતિનો ભોગ બનનાર ખેડૂતોને નાણા ૫રત ચૂકવવા માંગણીઃ
જામનગર તા.૧૪: જામનગર જિલ્લા સહકારી બેંકની જામજોધપુર શાખાના છ જેટલા કર્મચારીઓએ આઠ વર્ષ અગાઉ બેંકના ૨૨૦ જેટલા ગ્રાહકોની ફીકસ ડીપોઝીટ અને બચત ખાતામાંથી રૂા. ૩.૧૮ કરોડની છેતરપીંડી કરી હતી.
આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી ન હતી. પણ ત્યારપછી હાઈકોર્ટના આદેશથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ હતી. પણ ત્યારપછી અત્યાર સુધીમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ બેંકના ગ્રાહકોને તેમના નાણાં પણ પરત આપવામાં આવ્યા નથી. જેથી ગ્રાહકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. જામનગરના બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટીંગ ધીરૂભાઈ અંબાણી વાણીજ્ય ભવન-જામનગરમાં યોજાઈ હતી. આ બેઠકમાં બેંકના ડીરેક્ટર અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ઉપસ્થિત રહૃાા હતા. આ બેઠકમાં હેમંત ખવાએ બેંકના બોર્ડ સમક્ષ ચીમકી ઉચારી હતી કે જો આગામી૧૫ દિવસમાં ભોગ બનનાર ખેડુતો અને ગ્રાહકોને તેમના રૂપિયા પરત આપવામાં નહિ આવે તો જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની જામજોધપુર શાખાને તાળાબંધી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હેમંત ખવાએ ગત તારીખ-૦૭/૦૬/૨૦૨૫ના જામનગર પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી આ બાબતે તમામ ગ્રાહકોને તેમની મરણમુડી પરત મળે તે માટે તાત્કાલિક પગલા લેવા રજૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે બેંકના એક ડીરેક્ટર તરીકે હું ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને બેંકની ગેરરીતિઓ સામે કડક પગલા લેવાની માંગ કરું છું. હેમંત ખવાની રજુઆતને પગલે બેંકના ચેરમેન જીતુભાઈ લાલની અધ્યક્ષતામાં એક ફ્રોડ કમિટીની રચના કરવામાં આવી હતી. વધુમાં તેઓએ બેંકની આંતરિક વ્યવસ્થામાં સુધારો કરી, નિયમિત ઓડીટ અને વિજીલન્સ ચેકિંગને ફરજીયાત કરવા માટે સુચનો કર્યા હતા.
આ બેંક ખેડુતો દ્રારા શેરભંડોળ એકત્ર કરી ઉભી કરવામાં આવેલ બેંક છે પરંતુ વર્તમાન સમયમાં બેંક દ્રારા ખેતી સિવાયની અન્ય લોન કે પ્રવૃત્તિ માટે ૯.૨૫% ના વ્યાજદર લાગુ કરેલ છે જયારે ખેતીને પ્રોત્સાહન આપતી લોન કે પ્રવુતિ માટે ૯.૫૦% વ્યાજદર લાગુ કરેલ છે જે બાબતે હેમંત ખવાએ ઉગ્ર વિરોધ નોંધાવી વ્યાજદર ઘટાડવાની માંગ કરી હતી.
અંતમાં, જે કર્મચારીઓ દ્રારા નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેમની સામે કડક કાર્યવાહી કરી ભોગ બનનાર તમામ ગ્રાહકોના રૂપિયા વ્યાજ સહીત પરત કરવામાં આવે. જો આગામી ૧૫ દિવસમાં ગ્રાહકોને રૂપિયા પરત નહિ મળે તો ગ્રાહકો અને ખેડૂતોને સાથે રાખીબેંકની જામજોધપુર શાખાને તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે. તેવી ચીમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial