Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વસ્થ જીવનશૈલી માટે પ્રાકૃતિક કૃષિ પેદાશો અપનાવોઃ
જામનગર તા. ૧૪: આજના ઝડપી યુગમાં સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે, અને આ સ્વાસ્થ્ય જાળવવા માટે રસાયણયુક્ત આહારનું મહત્ત્વ અનિવાર્ય છે. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત જામનગરના નાગરિકોને ઉત્તમ, પોષણયુક્ત અને વ્યાજબી ભાવે પ્રાકૃતિક અનાજ, શાકભાજી, ફળફળાદી અને અન્ય ઉત્પાદનો મળી રહે તે માટે વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિના ઉગાડવામાં આવતા પ્રાકૃતિક ઉત્પાદનોમાં વિટામિન્સ, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા શરીરને વધુ સારી રીતે પોષણ આપેછે. આ ઉત્પાદનોનો સ્વાદ પણ કુદરતી અને ઉત્તમ હોય છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની પ્રાકૃતિક પેદાશોનું યોગ્ય વળતર મળે અને ગ્રાહકોને શુદ્ધ અને તંદુરસ્ત આહાર પ્રાપ્ત થાય તે છે.
સરકારના એટીએમએ પ્રોજેક્ટ હેઠળ જામનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત તાજી અને ઉત્તમ ગુણવત્તાવાળી પેદાશો સીધી જ શહેરના લોકોને મળી રહે તે માટે વેંચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક, બીએસએનએલ કચેરી પાસે દર શનિવારે સવારે ૮ વાગ્યાથી બપોર સુધી તેમજ જોગર્સ પાર્ક પર દર બુધવારે સવારે ૮ વાગ્યાથી બપોર સુધી આ પ્રાકૃતિક ઉત્પાદનની ખરીદી કરી શકાશે.
જામનગર શહેરની જનતાને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા સરકારના આ સ્વાસથ્યલક્ષી અભિયાનનો લાભ લઈ, પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરીને પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial