Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની વધુ એક શિરદર્દ સમાન સમસ્યાઃ
ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની પોસ્ટ કચેરી કે જેનો હેડ પોસ્ટ કચેરીનો દરજ્જો જિલ્લાના વડા મથક તરીકે મળેલો છે. તેમાં હાલ સગવડતાના નામે શૂન્ય જેવી સ્થિતિ છે. અત્યંત ઓછા સ્ટાફથી લોકોને ખૂબ પરેશાની થતી હોય, વ્યાપક ફરિયાદો ઊઠી છે.
હેડ પોસ્ટ ઓફિસ ખંભાળિયામાં પોસ્ટ માસ્તર સહિત ૧૮ નું મહેકમ છે. તેમાં થોડા સમય પહેલા જ જુદી જુદી વખતે સાત કર્મીને અહીંથી બદલીને અન્યત્ર મૂકીને અહીં જગ્યા ખાલી જ રખાઈ છે. વધુ ચારને પાછા બદલાવાયા, અહીં સાત જ જગ્યા રહી છે. બાકી મુકાયા નહીં. જિલ્લાના વડા મથક તથા ઢગલાબંધ સગવડ ચાલુ હોવી જરૂરી છે. તેવી આ કચેરીમાં ૧૮ માંથી માત્ર સાત કર્મી અને તેમાં પણ ત્રણ કર્મચારી ટ્રેનિંગમાં ચાલ્યા જતા ચાર કર્મચારી તેમાંયે એક પોસ્ટ માસ્તર સાથે વહીવટ કરવો અઘરો થઈ જતા રોજ લોકોની કતારો લાગે છે. નાનકડા કામમાં પણ લાંબો સમય લાગે છે. ક્લાર્કની જગ્યા ખાલી રહેતા ત્રણ-ચાર કાઉન્ટર વચ્ચે એક ક્લાર્ક રહેતા તેની સ્થિતિ પણ વિકટ થાય છે. આગામી માસમાં પોસ્ટ તંત્ર નવો સોફ્ટવેર સંપૂર્ણ ઓટોમેટીક લાવે છે ત્યારે શું દશા થશે? તે મોટો પ્રશ્ન છે.
હેડ પોસ્ટ ઓફિસ મળવી મુશ્કેલ
ખંભાળિયાની હેડ પોસ્ટ ઓફિસ ક્યાં આવી છે તે જો કોઈ બહારનો શોધી દે તો લોકો શરત મારે છે. કેમ કે પાંચહાટડી ચોકથી આગળ બે ગલીઓમાં થઈ અંદર જાય તો એક નાના રહેણાંક મકાનમાં 'મોટી' 'હેડ' પોસ્ટ કચેરી આવી છે જે ક્યાં છે. તેના ક્યાંય બોર્ડ પણ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial